ભાવનગરના અમૂલ પરમારને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે. મળે છે.. સંકલન :- પરેશ ત્રિવેદી, - ભાવનગર
અમુલ પરમાર ભાવનગર માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે આ જાણીતું નામ છે... અમુલ પરમારએ ભાવનગર નું ગૌરવ છે, પિતાજી સ્વર્ગસ્થ ખોડીદાસ પરમારનો વારસો તેમણે બખૂબી નિભાવ્યો છે... જ્યારે પિતાનું નામ ખૂબ મોટું હોય ત્યારે બાળકો તેના પિતાના નામથી ઓળખાય છે, અમુલ પરમાર માટે આ તો સાચું જ છે ..પરંતુ અમુલ પરમારે પોતાના શ્રેષ્ઠ કાર્ય દ્વારા પોતાનું આગવું વ્યક્તિત્વ નીપજાવ્યૂ છે અને એ રીતે પોતાનું નામ બનાવ્યું છે... એક શિક્ષક તરીકે પોતાની શાળાના વિદ્યાર્થીઓને શાળાના મેદાનથી શરૂ કરીને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ દર વર્ષે લઈ જતા અમે જોયા છે. પોતે પણ એક આદર્શ ખેલાડી હોવાને નાતે અનેક નેશનલ ઇવેન્ટમાં પાર્ટીસીપેન્ટ થયા છે... ભાવનગર શહેર આચાર્ય સંઘનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે ...ફોટોગ્રાફી એ એમનો રસ નો વિષય છે અને અદભુત ફોટોગ્રાફ બધાની વચ્ચે શેર કરવા એ એમની હોબી છે ...આમ તો પરિવારના દરેક સભ્ય કલાકાર છે એટલે કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર માટે અમુલ પરમાર અમૂલ્ય છે.. આપણા આ અમૂલ પરમાર ને જ્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર મળે છે ત્યારે આપણને સૌને ગૌરવ થાય છે...
ભાવનગરના અન્ય લોકોને અગાઉ આ પુરસ્કાર મળી ચૂક્યો છે ...પરંતુ ફોટોગ્રાફી ક્ષેત્રે આ બહુમૂલ્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રથમ વખત મળી રહ્યો છે ..અમુલ પરમાર ને એટલા બધા પુરસ્કારો મળી ચૂક્યા છે કે હવે આ પુરસ્કાર મળે છે ત્યારે અમુલ પરમારનું તો ગૌરવ છે જ પરંતુ આ પુરસ્કારનું પણ ગૌરવ વધે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ !!!સૌની સાથે સુંદર સાયુજ્ય સાધતા અજાતશત્રુ એવા અમૂલ પરમારને આ પુરસ્કાર મેળવવા બદલ સમગ્ર ભાવનગર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખુબ ખુબ અભિનંદન...........
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો