Parichay Talks (Freend Book) Dt :- 29-05-23 ઘણું સમજાવ્યું મેં આ દિલ ને......... કવયિત્રી :- હેતલ. જોષી.. - રાજકોટ

ઘણું સમજાવ્યું મેં આ દિલ ને......... કવયિત્રી :- હેતલ. જોષી.. - રાજકોટ



ઘણું સમજાવ્યું મેં આ દિલ ને 
મારું પણ ન માન્યું આ દિલ
ખોવાઈ સપનાઓમાં એના દુઃખી થયું હવે આ દિલ
રાહ જોઈને કોઈની દુઃખી થયું હવે આ દિલ
મળવાના સપના બતાવી દૂર થઈ ગયું કોઈ
હાથ ઝાલી જીવનભરના એવા વચન માં ભરમાઈ ગયું આ દિલ
વાતો માં એની આવી ખોવાઈ ગયું એના માં આ દિલ
પ્રેમ ની માયનગરી માં લોભાઈ ગયું આ દિલ
હકીકત અને સપનાઓ માં અટવાઈ ગયું આ દિલ
રમત ન સમજ્યો આ પ્રેમ ની અને વાતો માં એની લોભાઈ ગયું આ દિલ
હવે જોવે પાછા આવવવાની રાહ આ દિલ
પણ એતો ભૂલી આ પ્રેમ ને દૂર ક્યાંક ચાલ્યો ગયો
છતાં પણ આ દિલ એને ના ભૂલી શક્યું
કોણ સમજાવે આ દિલ ને હવે નહીં મળે એ આ દિલ ને
બસ એની યાદો માં જ ખોવાઈ ગયું આ દિલ
ઘણું સમજાવ્યું મેં આ દિલ ને
પણ મારું ન માન્યું આ દિલ
મારું પણ ન માન્યું આ દિલ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...