Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 14-05-23 ' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી. લેખક :- જુલી સોલંકી ' સચેત ' - ભુજ-કચ્છ

' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી. લેખક :- જુલી સોલંકી ' સચેત ' -  ભુજ-કચ્છ
              જીવનમાં કોઈ વ્યક્તિનો સાથ મળે તો, જીવન સાર્થક થયું હોય એવું વ્યાજબી લાગે. સાથી-મિત્રની આશા હરકોઈ માનવીમાં પડેલી હોય છે. એમાંય વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાના સંતાનો સાથે જીવવાની ઘેલછા વધતી જતી હોય. પરંતુ તમે કદી ન વિચાર્યું ? કે આ ઘરડા મા-બાપને ઘરડાઘરમાં કેવું લાગતું હશે ?
    
             બાળપણથી લઈને અત્યાર સુધી પોતાના બાળક માટે, તેના ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનું સંપૂર્ણ જીવન વીતાવી નાખે છે. પણ જ્યારે તેનું બાળક ઊંચ શિખર સર કરે છે;  ત્યારે એ વૃદ્ધ ઘરમાં ખટકે છે. ઘરમાં કંકાસ ફેલાઈ જાય છે. એવે વખતે એક જ ઉપાય નજરે ચડે છે. એ છે ઘરડાઘર. સંતાન પોતાના સ્વાર્થ માટે ઘરમાં રહેલ વૃદ્ધને ઘરડા ઘરમાં મૂકી આવે છે. 

           જ્યારે વૃદ્ધની છત્રછાયા હોય છત્રી બની રહે છે ત્યારે ઘરનું આંગણું મહેંકી ઉઠે છે. ઘરમાં ખુશીઓની અમી વર્ષા છલકાઈ જાય છે. દરેક વાર-તહેવારની ઉજવણી હરખ ઉલ્લાસ સાથે કરીને પરિવારને એક ઘરડો જ સાચવી રાખે છે. હૃદયમાં અતૂટ લાગણી સાથે સંબંધની દોર જકડી રાખે છે. 

          ખરેખર ! વૃદ્ધ જ્યારે ઘરમાં ન હોય તો ઘર કરમાઈ ગયેલ ફૂલ જેવું ભાસે છે. કમરાઈ ગયેલ ફૂલ હિંમત ખોઈ બેસે છે; તેમ વડીલ વિનાનું ઘર સાપની જેમ કરડવા મથે છે. કારણ કે વડીલ જેટલાં પાસે હોય છે એટલી જ આપણાં જીવનમાં હિંમત અને સાહસ કરવાની ચીવટ રાખી શકાય છે. 
         
        શું ઘરડાઘરમાં માત્ર જેમના બાળક નથી એ રહે છે ? ના, ઘરડાઘરમાં ઊંચ પદવી મેળવી ગયેલ બાળકના સદસ્યો પણ રહે છે. અંતરે દુઃખના ડુંગરા બોલે છે. જોરજોરથી પોંક મૂકીને કહે છે, " વહાલા, મને ઘરે લઈ જા ! " કહેતાં તો આંસું સરી પડે છે. પણ સાંભળવાવાળું કોઈ નજરે નથી ચડતું. 
            
          વૃદ્ધ માબાપને ઘરડાઘરમાં છોડી આવવા કરતાં હૃદયમાં સ્થાન આપીને એની સાથે મિત્ર ભાવથી રહીએ. કારણ વૃદ્ધાવસ્થા એક જગ્યાએ બાલ્યાવસ્થા જ છે. માટે ' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...