ભાવનગરમાં ડીસ્ટ્રીકટ ચેસ કોમ્પિટિશનમા નૈમિષારણ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વિજેતા
ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સહયોગથી ભાવનગર જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા ભાવનગર ડીસ્ટ્રીકટ ચેસ કોમ્પિટિશનનું આયોજન ઘરશાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર 9, 11 અને 11 વર્ષ ત્રણ વિભાગોની કેટેગરીમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં નૈમિષારણ સ્કૂલના જસ બક્ષી અન્ડર 9 વય ગ્રુપમાં તૃતીય નંબર તથા ભાવના તલરેજાએ અન્ડર 9 વય ગ્રુપમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ટ્રોફી જીતી હતી. ઉર્જા મેહતા અન્ડર 11 વય ગ્રુપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રનર્સઅપ ટ્રોફી મેળવી તેમજ આદિત્ય ચૌહાણ અન્ડર 11 વય ગ્રુપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રનર્સઅપ ટ્રોફી જીતી હતી. તેમજ કાંક્ષિત થડેસ્વર અન્ડર 11 વય ગ્રુપમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ટ્રોફી જીતી હતી. જોય તલરેજા અન્ડર 13 વય ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન ટ્રોફી જીતી શાળાનું ગૌરવ વધાર્યું હતું, આ તમામ ખેલાડીઓને તાલીમ શાળા વ્યાયામ શિક્ષક શરદ ગોહેલે આપી હતી. આ બદલ શાળાના પ્રિન્સીપાલ કે.પદમાસિંઘ તેમજ શાળાના સંચાલક કે.પી.સ્વામી, શિક્ષકગણો તથા વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો