શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ખાતે કલ્ચરલ ફેસ્ટ તથા સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરાયું
ભાવનગરના સિદસર સ્થિત શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ટેક્ફેસ્ટ, કલ્ચરલ ફેસ્ટ તથા સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરાયું હતુ. જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી ટેક ઇવેન્ટ્સ જેવી કે પ્રોજેક્ટ એક્ઝિબીશન, આઇડિયેથોન, મોડેલ મેકિંગ, પેપર તથા પોસ્ટર પ્રેઝન્ટેશન , વિવિધ કલ્ચરલ ઇવેન્ટ્સ જેવી કે મ્યુઝિક (લાઈટ વોકલ, ઇન્ડિયન તથા વેસ્ટર્ન વોકલ તથા ગ્રુપ સોંગ, લોકગીત-ભજન વગેરે), થિએટર (સ્કિટ, મિમિક્રી, માઇમ વગેરે), તથા લિટરેચર/ ફાઇન આર્ટ્સ ઇવેન્ટ્સ (ક્વિઝ, ડિબેટ, ઇલોક્યુશન, એડ-મેકિંગ, રંગોળી, ઓન-ધ-સ્પોટ પેઇન્ટિંગ, ક્લે-મોડેલિંગ વગેરે) ઇવેન્ટ્સમાં ઉત્સાહ્પુર્વક ભાગ લીધેલ હતો. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન સ્પોર્ટ્સ-કોમ્પ્લેક્સ તથા સંસ્થા ખાતે કરવામાં આવેલ. 1000 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલ્સ ખુબ સફળ રીતે આયોજિત થયેલ. શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ વર્ષ 2022-23 ના ઝોનલ તથા ઇન્ટર-ઝોનલ યુવક મહોત્સવ ‘ક્ષિતિજ’માં ચેમ્પિઅન થયેલ. સંસ્થાના આચાર્યએ અભ્યાસ તથા અભ્યાસેત્તર તમામ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો