"આંજણાઓના મુખે ગુંજતું એકજ નામ " અર્બુદા સેના " નો પરિચય " લેખક :- પટેલ નિકિતા (નીકી)
ચાલો એક એવા સંગઠન એવા એક જૂથની વાત કરીએ જેની ચૂંટણી સમયે ચારેબાજુ ચર્ચા હતી. દરેકના મોઢે એક જ વાત હતી. અર્બુદા સેના એક વિશાળ વ્યક્તિત્વની સરળ પરિભાષાને સમાજના સભ્યો થકી અનેક સ્નેહ પ્રાપ્ત થયો છે.તેવા આદરણીય પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય અને અર્બુદા સેનાના સ્થાપક અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીએ આંજણા સમાજના કુળદેવી અર્બુદા માતાજીના નામ પરથી અર્બુદા સેના નામ આપ્યું .
ગાંધીનગરમાં આવેલ પંચશીલ ફાર્મમાં નિવાસ કરતા વિપુલભાઈ ચૌધરીને સમાજના વિકાસની ગાથાને પ્રગતિના પંથે આગળ વધારવા માટે ચૌધરી સમાજના આગેવાનો ને મળીને પોતાના સમાજના વિકાસ માટે અર્બુદા સેના રચવામાં આવી.
શરૂઆતમાં અર્બુદા સેનાની પ્રારંભિક સભાઓ યોજવામાં આવી. પરંતુ મગરવાડા બનાસકાંઠામાં યોજાયેલ અર્બુદા સેના સભાનો પડધો આખા પ્રાંતમાં પડ્યો. દિન પ્રતિ દિન અર્બુદા સેના વિસ્તરતી ગઈ. સંગઠન મજબૂત બનતું ગયું, વિપુલભાઈના ધ્યેય, સમાજની લાગણીથી દરેક જિલ્લાના ચૌધરી ભાઈ બહેનો જોડાતા ગયા. આજે ચૌધરી સમાજમાં પોતાની એક આગવી ઓળખ અર્બુદા સેના ધરાવે છે. ભાઈચારાની સાથે સમાજ સેવાની પ્રવૃત્તિઓ દરેક સભ્ય નિષ્ઠા પૂર્વક કાર્ય કરે છે.સમાજને ભયમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત અને અન્ય સમાજને ઉપયોગી સમાજનું નિર્માણ કરવાની સાથે સંગઠનની રચના થઇ હતી .જે પરિપૂર્ણ થઇ હતી. સંગઠન દ્વારા રક્તદાન, વૃક્ષારોપણ, વડીલોનું સન્માન, સૈનિકોનું સન્માન જેવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા બીજા સમાજો ઉપર એક આગવી ઓળખ ઉભી કરી છે.
સંગઠનમાં પ્રદેશ માળખું, જિલ્લા માળખું, તાલુકા માળખું અને ગ્રામ્ય માળખાની રચના કરીને આંજણા સમાજના 1253 ગામોમાં અર્બુદા સેનાના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.
" સંગઠનનો શ્રેષ્ઠ પ્રભાવ તેજ અર્બુદા સેનાની પ્રબળ શક્તિ "
આદરણીય વિપુલભાઈ ચૌધરીના પિતાજી દૂધ સાગર ડેરીના સ્થાપક સ્વ. માનસિંહ ભાઈ પૃથ્વીરાજભાઈ પટેલની જન્મ જયંતિ પર એક વિશાળ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું. ગામેગામથી ચૌધરી ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈરાદાઓ હંમેશા મજબૂત હોય તો દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. તેવા જ મજબૂત ઈરાદાઓ અર્બુદા સેનામાં જોડાયેલા ભાઈ બહેનોના છે.
બીજાને મદદરૂપ થવાની ભાવનાઓ સાથે સંકળાયેલા આ સંગઠનનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ જેમાં ઘણી બધી જગ્યાએ બીજા જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓને રહેવા જમવાની સગવડો પણ આ સંગઠનના ભાઈ બહેનોએ ઊભી કરી હતી. કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બસ મદદરૂપ થવાની ભાવના એજ આ સંગઠનનો ધ્યેય છે.
"હંમેશા પ્રગતિ તે જ કરે
જ્યાં સંગઠન મજબૂત હોય
સંગઠન ત્યાં જ મજબૂત હોય
જ્યાં તેના અધ્યક્ષ મજબૂત હોય "
અર્બુદા સેનાની તાકાત તો વિપુલભાઈની અનુઉપસ્થિતિમાં તેમની જગ્યાએ તેમની પાઘડીને માન આપીને અર્બુદા સેનામાં જનમેદની ઉમટી હતી. અર્બુદા સેનાની તેજ પ્રખર તાકાત હતી.
" પાઘડીને માન તે જ આંજણાની શાન "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો