'બદલી જો દિશા'નો નારો...................
કવયિત્રી : - જુલી સોલંકી ' સચેત ' - કચ્છ - ભુજ.
મારગે મળેલ કાંટે, પગમાં ઠેસ વગાડી ગયો;  
ત્યારે 'બદલી જો દિશા'નો નારો લગાવી ગયો. 
પૈસાની લાલચે પડેલ માનવી જ્ઞાનને ભૂલી ગયો;
એ મોહ-માયાના બંધનના સાથે અટવાઈ ગયો. 
સ્વભાવના અનેક રૂપોને અંદર ઘર કરી ગયો;
રંગ રૂપની માયાજાળમાં વિવેકને વિસરી ગયો. 
કર્મના ઉદયથી ભોગવટાના બીજ રોપી ગયો; 
અજાણતાં બીજાને દુઃખનો ભાગીદાર બનાવી ગયો.
અભિમાની ડગરમાં ઈર્ષ્યાની આગમાં બળી ગયો; 
સમજણના અભાવે  દુઃખની ખાઈમાં ગબડી ગયો.
સત્યનાં મારગમાં શૂરાના ગુણને ધ્યાનમાં રાખી ગયો; 
એ વીરતાથી વીર બનીને નવા વિચારોને ફેલાવી ગયો. 
મારગે મળેલ કાંટે, પગમાં ઠેસ વગાડી ગયો;  
ત્યારે 'બદલી જો દિશા'નો નારો લગાવી ગયો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો