ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં વેકેશનમાં બાળકો માટે સમરકેમ્પનું આયોજન
શાળાઓમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે વેકેશન દરમિયાન ઘરે રહેતા બાળકોને મોબાઈલ અને ટીવીની લત લાગે છે. જેની બાળકોની માનસિકતા પર વિપરીત અસર પડે છે ત્યારે વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવા માટે ઠેરઠેર સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ઉનાળુ વેકેશનમાં બાળકો સદઉપયોગ કરી શકે છે, જેના ભાગરૂપે શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો હતો. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વિના શિશુવિહારનાં પ્રાંગણમાં 1940થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા પ્રથમ સમર કેમ્પમાં 145 વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે. વર્ગખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદશક્તિ નથી ટકતી. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગ જેવી આવડતો જીવનભરનો સહયોગ બની રહે છે. શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો કલાકો સુધી મોબાઈલ અને ટીવીથી દૂર રહી સમય વિતાવી રહ્યા છે. આથી, નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો આંનદ મેળવે તે માટે ક્રીડાગણ તાલીમ સાથે જોડાયેલ સર્વાંગી શિક્ષણનો બીજો વર્ગ તારીખ 14 મે થી શરૂ થનાર છે. જેમા જાગૃત વાલીઓને પોતાના બાળકોને મોકલવા નિમંત્રણ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો