નડિયાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લેખિકા , કવિયત્રી પારુલ અમિત પંખુડીનું સન્માન કરાયું
મહાગુજરાત સાહિત્ય પરિષદ અને અમરસંસ્કાર ભારતીનાં સંયુક્ત ઉપક્રમેડૉ.દીપક કાશીપુરીયા દ્વારા કુલ પાંચ પુસ્તક વિમોચન તથા શિક્ષક ગૌરવરત્ન એવોર્ડ સમારંભ તા.8મે ના રોજ નડીઆદ જલારામ મંદિર ખાતે યોજાયો.
શાશ્વત સુખનાં સેતુ-ડૉ.દીપક કાશીપુરીયા, કમાણીની કસોટી,સફળતાની સાચી એ.બી.સી.ડી.-ડૉ.દીપક કાશીપુરીયા. અને આમરસનો દરિયો- લેખક બિરેન પટેલ.જિંદગીનો ટહુકો- લેખક ગણપતભાઈ નાઈ.આમ કુલ પાંચ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં અતિથિ વિશેષ તરીકે નડિયાદની લેખિકા , કવિયત્રી પારુલ અમિત પંખુડી ઉપસ્થિત રહયા હતાં. તેઓને પણ સાહીત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે એવોર્ડ આપી નવાજવામાં આવ્યાં . તેઓને અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરી એવોર્ડ,સન્માનપત્ર,પુષ્પગુચ્છ, અને જલારામ ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો