હાઇ પ્રોફાઇલ મેન્ટલ.... લેખક :- પ્રીતિ બેન ચૌહાણ.ઓખા
અમુક સાધન સંપન્ન પર્સનાલિટી અંદરથી વિકલાંગ હોય છે ...
મેન્ટલ ડિસઓર્ડર....
એમના માટે કોઈ કાયદેસરના આવાસ નથી હોતાં જેમ કે મેન્ટલ હોસ્પિટલ..
ઘરમાં રહીને ઘરનાને ત્રાસ આપે ,બહાર નીકળીને પણ એમ જ કોકને ગોતી લે શિકાર....
બહારના શિકાર એમનો અહમ ન સંતોષે એટલે બદલે રાખે... મનમાં એક જ ભાવ કે મારાથી કોઈ સુંદર ન હોય , ચડિયાતા ન હોય , ફેવરીટ ન હોય... etc...
આવી માનસિકતા ધરાવતા લોકો પોતે વધારે તો પોતાના જ victim બને છે.
અનિયમિત ખાનપાન , નીંદર અને બેઠાડું જીવન થી પોતે ઘોરખોદીયા જેવા થઈ જાય છે. પોતે મેળવેલું બધું પોતે જ ફ્લશ કરી નાખે છે. બધા એના ખૂબ જ વખાણ કરે છે અને ખરેખર પોતે હોય પણ છે વખાણવા ને લાયક
પણ
અંદરથી ખાલી ખમ..
રજવાડું હોય પણ અજવાળું નથી હોતું.
એનો ખાલીપો કોઈ ભરી નથી શકતું.
કોઈપણ વસ્તુને કે વ્યક્તિને ખરીદી શકે છે પણ પામી નથી શકતા.
શું ખાઈને પોતે ધરાઈ જશે એ પણ એને અંદાજ નથી આવતો.
સતત ઝંખના એને ઝાંખા પાડી દે છે.
માત્ર પોતાનો જ વિચાર કરનાર પોતાનું કામ કરવા અને સમર્થ નથી હોતા દરેક કામ માટે બીજા પર આધાર રાખે છે. આવા લોકો માટે સ્પેશિયલ સારસંભાળ ની જરૂર હોય છે. આવી બીમારીના કોઈ મનો ચિકિત્સક હોતા નથી.દુનિયામાં આવી વ્યક્તિઓ મોજુદ હોય છે. જે સફળતા પચાવી નથી શકતા અને નિષ્ફળતાને સ્વીકારી નથી શકતા. એમનો ઈલાજ એ જ છે કે એના મોઢે એની કોઈ નબળાઈ ન કહેવી. એની મુલાકાત થાય તો ઠેકાડી દેવું કાં તો ટાળી દેવું.
ગાયના આંચળ પર ચોંટેલી ઈતરડી ગાયનું લોહી જ પીવે છે એ દૂધ ક્યારેય નથી પી શકતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો