જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર મેળવી શ્રી રામપરા પ્રા. શાળાના બાળકો ઝોન કક્ષાએ કૃતિ રજુ કરશે.

જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત જિલ્લા કક્ષાએ 6થી8 નવેમ્બર-2023ના રોજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયેલ જેમાં ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી નિતિનભાઈ કૈલાના માર્ગદર્શન નીચે "સુપર ફૂડ્સ મિલેટ્સ" વિષય પર કૃતિ રજૂ કરવામાં આવી હતી. બાળવિજ્ઞાનિકો કોશિયાણી સચિન અને ડેકાણી ભૂમિકાએ સ્વાસ્થ્યમાં મિલેટ્સનું મહત્વ સમજાવી વિવિધ મિલેટ્સના નમૂના અને મિલેટ્સમાથી બનતી વિવિધ વાનગીઓ રજૂ કરી હતી.માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી-બોટાદ તથા માનનીય કલેકટરશ્રીએ રૂબરૂ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ઝોન કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદ થતા શાળા પરિવારમાં આનંદની લહેર ફેલાઈ ગઈ હતી. આગામી દિવસોમાં આ કૃતિ બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો