એ જોવુ જ રહ્યું... કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"
એ જોવુ જ રહ્યું.
કવયિત્રી - શૈમી ઓઝા "લફ્ઝ"-મહેસાણા
મુજ ભિતરે વિચારોનું યુદ્ધ ચાલી રહેલું,
પ્રેમ તરસતુ મન જીતે છે, કે નફરત ભરેલું દિલ જીતે છે,એ જોવુ જ રહ્યું....
ચાહત બંન્નેપક્ષે હતી,
અચાનક જ આ ઘટના ઘટેલી,
હું અજાણ ને તુય અજાણ ; આ તસતસતુ યૌવન હતું કે,
પ્રેમની ભૂખ હતી એ જોવું જ રહ્યું...
એ વાત વાતમાં તિખળ કરતાં લફ્ઝ વધુ ન જો મને
આ નજરની આદત, પ્રેમમાં બદલાશે,ત્યારે હૈયે,
એક જ ઉક્તિ નિકળતી મજાક, હકીકતમાં ન ફેરવાઈ જાય જોવુ જ રહ્યું...
નખરાળુ હાસ્ય દિલના છુપા રહસ્ય છતાં,
કરી નાંખતુ તો શબ્દને શું કામ પીડા આપવી,આ હાસ્યને
શું નામ આપવું એ જોવુ રહ્યું...
મને હાસ્યની પરિભાષા સમજાઈ તોય બહુ મોડી,
મૌન થકી તો ઘણું બધું કહેવાઈ ગયું,
મુલાકાત તો પુરી થઈ,અસર હૈયે અકબંધ રહી,
મનોમન એક શંકા ગઈ નખરાળુ હાસ્ય હતું કે બીન પુસ્તક વાર્તાસંગ્રહ એ જોવુ રહ્યું...
વાર્તા સંગ્રહનુ વળગણ તન મન પર અતિશય હાવી ન થાય તે જોવુ રહ્યું...
સામે મળે ત્યારે ખખડી સ્માઈલ આપે,
આંખોના બાણ વિધી નાંખે તો,
ગાલના ખંજન મારી તિખળ કરતાં કહે લફ્ઝ સમજદાર ને સંકેત કાફી છે,
આને શું નામ આપી શકાય એ જોવું જ રહ્યું...
એ મને કહી જતા તુ સાવ પાગલ છો,
કવિ છે તો ધબકારાની ભાષા સમજતાં શીખ,
તને પ્રેમ છે.છતાંય કેમ ન સ્વીકારે,નામ આપનું
સાંભળી ઉછાળા મારતી લાગણીઓને ધમકાવી બેસાડી તો દીધી,
બહુ પ્રયાસ છતાંય ન ઉકેલી શકાયો આ કોયડો અંતે અંજામ અહીં પહોંચ્યો,
આ નિર્દોષ પ્રેમ હતો કે તારા મારા મનનો વહેમ હતો એ જોવુ રહ્યું,
આ અંતિમ પડાવે પહોંચેલુ પ્રકરણ અધુરુ ન રહે તે જોવુ રહ્યું...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો