પરિવર્તનની લહેરમાં માણસની ગતિ કઈ તરફ જાય છે??
લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “ – રાજકોટ
કોલમનું નામ :- “ થોડાંમાં ઘણું “
લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “ – રાજકોટ
માણસની યાત્રા જુથથી એકાંત તરફ જતી જાય છે. જુથથી એકાંત તરફ જતાં માણસની ગતિ શું સાચા માર્ગે જઈ રહી છે? પરિવર્તન સંસારનો નિયમ છે. આદિમાનવથી લઈને આજનાં આધુનિક માનવ સુધીના માણસના જીવનમાં આવેલ પરિવર્તન ઘણું બધું માનવસર્જિત છે. જેના લાભ અને ગેરલાભ બન્ને છે. આપણે સૌ જાણીએ છીએ પરંતુ ટેકનોલોજીની હોડમાં આજે જૂથથી એકાંત તરફ જતો માણસ અને ટેકનોલોજીથી આવેલું આજે માનવ જીવનનું પરિવર્તન કેટલે અંશે સ્વીકાર્ય છે? એ જરા વિચારીને આ સમયની માંગ છે? કે સ્વેચ્છાએ ઊભી કરેલી કોઈ મહેચ્છા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક જૂથમાં રહેતો માણસ થોડા મળે તો માણસ ધીમે ધીમે સંયુક્ત કુટુંબમાં રહે તો માણસ વિભક્ત કુટુંબો તરફ વળ્યો. પરંતુ આ વિભક્ત થયેલા કુટુંબોમાં પણ શું હું પ્રેમ કે સંવેદના સહાનુભૂતિ પર અનુભૂતિ છેવખરું ? એક જ રૂમમાં બેઠેલા માતા પિતા અને પુત્ર કે પુત્રી પોત પોતાના મોબાઈલમાં જોતા દેખાય છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં એક રંગમંચનો આનંદ હતો. લોકો નાટકો, રામલીલાના કાર્યક્રમો જોવા માટે જતા હતા અને ત્યાં લોકો ભેગા થતા હતા, સાથે મળી આનંદ કરતા હતા. એક સાથે સંપથી જીવન જીવતા હતા. તહેવારોની ઉજવણી કરતા હતા. ધીમે ધીમે રંગમંચનું સ્થાન ટીવી આવતા લોકો ઘરે ઘરે ટીવી પર પ્રોગ્રામ જોવા લાગ્યા. થોડું ઓછું થયું પછી થિયેટરનો જમાનો આવ્યો. સિનેમાઘરમાં લોકો ફિલ્મો જોવા જતાં હતા. પરંતુ આજના સમયમાં પૂરું આ સમયમાં નેટ ફ્લિક્સ અને મોબાઇલની અંદર આવતા ટીવી કાર્યક્રમ અને મોબાઇલની અંદર ઇન્ટરનેટ દ્વારા હવે લોકોને જૂથ તરફ થી એકલા પોતાનો પ્રોગ્રામ પોતાની જાતે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવી ગયા છે. રેસ્ટોરામાં જતાં લોકો સમુહમાં જતાં કે હોટેલમાં જઈને જમતા માણસો હવે સ્વીગી અને જોમાટો કરતા થયા છે. એટલે કે પોતાના અંગત ઘરમાં પોતાનું ખાવાનું મંગાવ્યું અને એકાંતમાં જતાં જાય છે. ટોળાનો ઘટાડો થતો જાય છે. બેંકમાં કે જ્યાં લોકો ભેગા મળીને નાણાકીય વ્યવહારો કરતા હતા નેટ બેન્કિંગ દ્વારા
આ બેન્કનું સ્થાન નેટબેન્કિંગ આવતા બેંક નું મહત્વ ઘટ્યું. બેંકમાં લોકો કાર્ય કરવા નથી જતાં. પોતાના હાથના ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ નાણાકીય વ્યવહાર અને સાથે સાથે પેટીએમ ને બીજા એપ દ્વારા નાણાકીય વ્યવહારો કરતા હવે બેંકો ની અંદર ભેગા થતા નથી. આપણે જાણીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કે જેમાં એક સાથે લોકો મુસાફરી કરતા હતા એ મુસાફરીનો પણ આનંદ હતો. એમ ને બદલે હવે અંગત ઓલા અને ઉબેર આવી ગયા. ગામની બજારોનું સ્થાન શોપિંગ મોલ એ લીધું હતું અને આ શોપિંગ મોલ નું સ્થાન પણ હવે ઇન્ટરનેટ શોપિંગ એટલે કે એમેઝોન અને ઓનલાઇન શોપિંગ કરી લીધું છે. ઘરે બેસીને પોતાના મોબાઈલ જે વસ્તુ ખરીદી ખરીદી શકે છે. બધું સાચું બધુ સ્વીકાર્ય ફાયદા છ. તો એના ગેરફાયદા પણ છે. બાળકો જે રમત ગમતના મેદાન પર રમતા હતા બાળકો જે શારીરિક રમતો રમતા હતા. અરે...રેતીના ઢગ પર ચડીને કુદકા મારતા હતા. ત્યારે ગીલીડંડા રમતા હતા, ક્રિકેટ રમતા હતા. શેરીમાં રમતા હતા. સંતાકૂકડી રમતા હતા. એ બાળકોના જીવનમાં રમતોનું સ્થાન ઓનલાઈન રમતો એ લીધું છે. હવે બાળકો મોબાઈલ ગેમ રમી રહ્યા છે. હાલમાં જ એક બાળકને તેની માતાએ પબજી રમવાની એક રમત છે. ઓનલાઇન રમવાની ના પાડી તે બાળકે તે માતાને તે માતાની હત્યા કરી નાખી. કેટલીક ગેમો તો એવી છે ઓનલાઇન ગેમ કે જેમાં ટાસ્ક પુરા કરવા માટે નાના બાળકો કેટકેટલાય કરવાનું કામ કરે છે. સાથે સાથે મૃત્યુને ભેટે છે. આત્મહત્યા તરફ દોરી જાય છે. ટોળામાંથી દૂર થતો માણસ જ્યારે એકાંતમાં સમય પસાર કરતો થાય છે. ત્યારે તેને જે હુંફ, પ્રેમ અને જે માનવીય લાગણીઓ ની જરૂર છે એ લાગણીઓ ન મળતાં એ વિકૃતિ તરફ વળે છે. શું આપણે ઇચ્છીએ છીએ કે આપણું આ સમગ્ર સૃષ્ટિ ભાવવિહીન બની જાય઼ શું આ ચાલે? તે લાગણીહીન અને સંવેદનહીન થઇ જાય. કોરોના સમયમાં ઓનલાઇન શિક્ષણ તાલીમ શાળાઓ બંધ રહી. શિક્ષણ ઓનલાઇન આવતા કેટલી બધી એપ્લિકેશનનો બાળકોને ઓનલાઇન ભણતા કર્યા. youtube ચેનલ ઉપર એટલું સાહિત્ય પીરસી રહ્યું છે કે જેના દ્વારા બાળકો શિક્ષણ લઇ શકે છે. પરંતુ .. ટોળાથી માણસ એકાંત તરફ જાય છે. એ જ રીતે હવે શાળાઓ પણ શિક્ષકના બદલે રોબોટથી ચાલતી હશે..પરિવર્તન આવશે તો શિક્ષણ ક્ષેત્રે પણ આવવાનું જ છે. અને શું ટોળામાં ભેગા થઈને જે બાળકો સંયુક્ત તરીકે શિક્ષણ લેતા હતા. તેનું સ્થાન ઘરે એક ખૂણામાં કોમ્પ્યુટરમાં એકલો બાળક શું ખરા અર્થમાં માનવ હશે ? ખરું જેનું શિક્ષણ રોબટ પરથી ચાલશે તે બાળક માહિતિનો ભંડાર તો હશે. તેમની પાસે જ્ઞાન તો પૂરતું હશે. પરંતુ તેનું મૂલ્ય શિક્ષણ, જીવનના ઘડતર માટે જરૂરી શું તે પ્રાપ્ત કરી શકશે ખરી.? .પહેલા ફોટો પાડવા માટે ફોટોગ્રાફર હતા. કુટુંબના સભ્યો હતા અને સ્ટુડિયો પણ હતા. પણ અત્યારે સેલ્ફી નો જમાનો છે. ફોટો પાડાવવા કોઈ બીજા માણસની જરૂર નથી કારણકે સ્વયમ સ્વયમ નો ફોટો પાડવો પડે. એકાંત અને એકલતા આવી ગઈ છે. પેલા ટાઈપ રાઈટર હતા. હવે ડિજિટલ યુગમાં પ્રિન્ટરો આવ્યા અને હવે ધીરે ધીરે ડિજિટલ વર્લ્ડે ઓનલાઇન તમામ કામગીરી એ ટાઈપરાઈટર નો સ્થાન લીધું. સુપર કોમ્પ્યુટર આવતા જ બદલાયું. પહેલા પોસ્ટકાર્ડ લખાતાં, ટપાલો લખાતી, આંતરદેશીય પત્ર લખતા. સગાઈ થતી તો પ્રેમ પત્રો લખાતા. પરંતુ હવે આ મોબાઇલના યુગમાં પોસ્ટકાર્ડ, ટપાલ કે પ્રેમપત્રોનુ સ્થાન મેસેજ, વોઈસ મેસેજ અને વિડીયો કોલ એ લીધું...આ પરિવર્તન ને કારણે જે પત્રો વાંચવાની મજા હતી જે પત્રો સાચવવાની મજા હતી એ ગુમાવ્યા.સંબંધો પણ તકલાદી થયા. અને ટકાઉ રહ્યા નહીં. સંબંધો તકલાદી બન્યા છે. ફાસ્ટ ફૂડના જમાનામાં સંબંધો પણ ફાસ્ટ ફૂડ જેવા બન્યા છે. યુઝ એન્ડ થ્રો જેવાં બન્યા છે. પેલા પંગતમાં જમાવાની પ્રથા હતી... પંગતના બદલે સ્વરુચિ ભોજન આવ્યા. હવે તો એ રીતે પણ નહી....તો પહેલા વર્ષે એકવાર જ્ઞાતિજનોનો સમૂહભોજન થતું. જ્ઞાતિજનો સમૂહમાં ભેગા થતા પરંતુ હવે તો આવા પણ પ્રસંગો આપણે જાણીએ છીએ કે કોરાનાનાં આ સમય દરમિયાન સોશિયલ distance ને કારણે બધા જ સમૂહ કાર્ય બંધ થયા. આ પરિવર્તન ધીરે ધીરે માણસને એકલું કરતું જાય છે. માણસને ખબર નથી કે પોતે એકલતા તરફ રસ્તો જાય છે. માણસને ખબર નથી કે ની એકલતા એ એની સફળતાને પણ કોની સાથે ઉજવશે છે.? હા, માણસના સુખ અને દુઃખ બંને માં માણસને પોતાના પરિવારની જરૂર હોય છે. સુખ અને દુઃખમાં માણસને ટેકો આપનાર તેની સાથે ખુશી શેર કરનાર કે દુઃખ શેર કરનાર કોઈ સહાનુભૂતિ બતાવનાર વ્યક્તિની જરૂર હોય છે. હવે આપણે જોઈએ જ જાણીએ છીએ કે પરિવર્તનના યુગમાં જ્યારે રસ્તાઓ કે રોડ ઉપર એકસીડન્ટ થાય છે..તો લોકો તેમના વિડીયો ઉતારે છે. પરંતુ મદદ માટે કોઈ રહેતું નથી. ડૂબતો કોઈ માણસ દેખાય તો એનો પણ લોકો વિડીયો બનાવે છે. એને બચાવવાને બદલે એકલતામાં રહેવા ને કારણે જ માણસ સહાનુભૂતિ કે પરાનુભૂતિની લાગણી જ થતી નથી..એ ધીમે ધીમે વિસરાતી જાય..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો