પ્રાણ છું,...... કવિયત્રી : - જુલી સોલંકી ' સચેત ', ભુજ-કચ્છ
ગુલાબી સવારે મહેકેલો માન છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
અંતરે વસી ગયેલો જીવ છું,
પ્રેમ વચ્ચે વાતડીનો જામ છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
રંગની આડે આવેલ રૂપ છું,
એમાંય સોનેરી રંગની ધૂપ છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
એ હર્ષ છલકવાની ફરજ છું,
મૌન તોડવાની એ ગરજ છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
રાત મહી તારાની ચમક છું,
નીર પધરામણીની છમક છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
ગુલાબી સવારે મહેકેલો માન છું;
પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો