કચ્છ ભુજની વડઝર પંચાયતી પ્રા.શાળા તેમજ
સેનેટોરિયમ પંચાયતી પ્રા. શાળાના બાળકોને ગીફ્ટ વિતરણ કરાઈ.
કચ્છ ભુજની વડઝર પંચાયતી પ્રાથમિક શાળા તેમજ સેનેટોરિયમ પંચાયતી પ્રાથમિક શાળાના બાળકોને બ્રાન્ડેડ કંપની ઝારાનાં સ્વેટર તથા કંપાસ ,નોટબુક ,વોટર બોટલ ,લંચ બોક્સ, કલર બોક્સ,બોલપેન, પરીક્ષા પેડ જેવી સ્ટેશનરી વસ્તુ વિતરણ કરી બાળકોના ઉત્સાહમાં વધારો કરવાનો નાનકડો પ્રયત્ન કર્યો.દાતા હરેશભાઈ ગેડિયા તથા તેજલબેન તન્ના અને પ્રવીણભાઈ વીરાનું અમે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહયા છીએ આ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી અને આચાર્યએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું, તેમજ આ કાર્યક્રમ માટે સી.આર.સી કોડીને ટર કૃપાબેન ને ભારે મહેનત કરી હતી જેનો પણ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો