ભાવનગરના સિહોરની સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ
ખાતે માસ્ટર આર્ટ કોમ્પિટિશન(MQC)
સ્પર્ધાનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
ભાવનગરના સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે શનિસભામાં બાલમંદિર તેમજ ધોરણ – 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ્ટર આર્ટ કોમ્પિટિશન (MQC), શિયાળુ રમતોત્સવ અને લક્ષ્મીદેવી પૂજામાં ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર મેળવેલ હોઈ, તે તમામ વિદ્યાર્થીઓને શાળાના સફળ સંચાલક અને ટ્રસ્ટી પી.કે.મોરડિયા, આચાર્ય કૉ.ઓર્ડીનેટર, સુપરવાઈઝર તેમજ શિક્ષક ભાઈઓ-બહેનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો