ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.42નો
એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો.
ભાવનગરની શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.42 નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ કદમગીરી-પાલીતાણા યોજાયો. વિદ્યાર્થીઓએ ઐતિહાસિક શેત્રુંજી ડેમ, કદમગીરી કમળામાતા, પાવકવન, સર્વોત્તમ ડેરી સિહોર તથા ખોડિયાર મંદિર રાજપરા સ્થળો ઉપર વિશેષ માહિતી મેળવી અને ખુબજ ઉત્સાહ અને આનદ કર્યો, આ પ્રવાસ માટે શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ શાળાના તમામ શિક્ષકો દ્વારા ખુબજ મહેનત અને આયોજન સાથે આ પ્રવાસ પૂર્ણ થયો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો