દોડની શરૂઆત પ્રાચીન ગ્રીસમાં થઈ હતી આવો માહિતી મેળવીએ.
૧૦૦મીટર દોડમાં એથ્લેટિક્સમાં સૌથી નાની રેસ છે. આ રેસ સામાન્ય રીતે હોમ સ્ટ્રેટ રનિંગ ટ્રેક પર કરવામાં આવે છે. યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેયરબેંક્સ અનુસાર ૧૦૦ મીટર દોડની શરૂઆત પ્રાચીન ગ્રીસમાં થઇ હતી. કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં આ પ્રખ્યાત સ્પ્રિંટ પ્રતિયોગિતા હતી. ૧૦૦ મીટર દોડમાં ભાગ લેનારા ખેલાડીએ દોરેલી લાઇન ઉપર આંગળીઓની મદદથી કમરથી વળીને રહેવાનું હોય છે. તેમના પગ પાછળ રાખેલા બ્લોક પર ટેકવેલા હોય છે. દોડની શરૂઆત અધિકારી દ્વારા વ્હિસલ વગાડીને અથવા બંદૂકના અવાજ સાથે કરવામાં આવે છે. જે લાઇનમાં ખેલાડી દોડે છે એને એ જ લેનમાં દોડવાનું હોય છે. જો કોઈ ખેલાડી દોડતાં દોડતાં બીજાની લેનમાં જતો રહે છે અથવા તો અન્ય ખેલાડીને દોડમાં નુકસાન પહોંચાડે છે તો તેને અયોગ્ય જાહેર કરવામાં આવે છે. કોઇ ખેલાડી બંદૂકના અથવા વ્હિસલના અવાજ પહેલાં પોતાના બ્લોકને છોડી દે છે તો તે ખેલાડીને અયોગ્ય જાહેર કરવામાં આવે છે.
દોડીને ખેલાડીએ ફિનિશ લાઇન સુધી પહોંચવાનું હોય છે. ફિનિશ લાઇને એક સફેદ રેખા દોરેલી હોય છે અને રિબિન બાંધેલી હોય છે. ખેલાડી જ્યારે પોતાની લેનમાં ફિનિશ લાઇન પર પહોંચી જાય છે તો તે પોતાની દોડ પૂરી કરી લે છે. સૌથી ઓછા સમયમાં જે ખેલાડી ફિનિશ લાઇનમાં પહોંચે છે, તે વિજેતા જાહેર કરવામાં આવે છે. મહિલા અને પુરુષો બંને માટે ૧૦૦ મીટરની અલગ અલગ દોડ રાખવામાં આવે છે. એથ્લેટિક્સ ફેડરેશન મુજબ દોડમાં તમે કોઈ પણ સામાન્ય બ્રાન્ડનાં જૂતાં પહેરી ન શકો. આ ઉપરાંત જૂતાંના સોલની ઊંચાઈ પણ નક્કી કરવામાં આવેલી છે.
--------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Find out how running started in ancient Greece.
The player has to reach the finish line by running. The finish line has a white line drawn and a ribbon tied. A player completes his run when he reaches the finish line in his lane. The player who reaches the finish line in the shortest time is declared the winner. Separate races of 100 meters are held for both women and men. According to the Athletics Federation you cannot wear any common brand of running shoes. Apart from this, the height of the sole of the shoe is also determined.
Khub saras
જવાબ આપોકાઢી નાખો