Parichay Talks :- (Freend Book) Dt :- 15-03-23 બંધ આંખે જાતને જોશો તો સારું લાગશે, કવિ :- ઉમેશ તામસે 'ધબકાર'-વ્યારા (તાપી)

 બંધ  આંખે  જાતને જોશો તો સારું લાગશે, 


કવિ :- ઉમેશ તામસે 'ધબકાર'-વ્યારા (તાપી)

બંધ  આંખે  જાતને જોશો તો સારું લાગશે;

આંખ જ્યારે ખોલશો તો સર્વ પ્યારું લાગશે.

ખુદને  મધપૂડો  બનાવી  તો જુઓ ને દોસ્તો;

એ પછી શાંતિથી કહેજો કે શું ખારું લાગશે.? 

ધ્યાનથી, એકાગ્રતાથી વાંચી  લો થોડો મને; 

કંઈક તો મારામાં તમને સ્હેજ ન્યારું લાગશે. 

પાઠ એકલતાના સઘળાં  શીખવી દે જે મને;

ભીડમાં પણ કો'ક અંગત ઈશ, મારું લાગશે. 

રાખવી હો એમનાં દિલમાં જગા 'ધબકાર' તો; 

લાગણી લાગે ફક્ત, ના કોઈ બારું લાગશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...