ભાવનગરના વિધાર્થીઓ ઓરિસ્સા ખાતે 24મી યુથ અને મીની નેશનલ ટેનિસ વોલીબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.
ઓરિસ્સા ખાતે યોજાયેલ 24મી યુથ અને મીની નેશનલ ટેનિસ વોલીબોલ ટુર્નામેન્ટ 2022માં ભાવનગરની ઘોઘા સર્કલ સંસ્કાર મંડળ અખાડાના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓ અને બહેનોની ટીમે ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગરનું નામ રોશન કર્યું હતું.
24મી યુથ અને મીની ભાઈઓ અને બહેનોની નેશનલ ટેનીસ વોલીબોલ સ્પર્ધા ઓરિસ્સા પારાદ્વીપ ખાતે યોજાઈ હતી, જેમાંથી ગુજરાતની ટીમે ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરેલ છે. યુથ ભાઈઓ અને બહનોની ટીમે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાકે રહી ગોલ્ડ મેડલ મેળવેલ છે.જયારે મીની બહેનોની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. મીની ભાઈઓ ચોથા નંબરે આવેલ આ દરેક ખેલાડી ભાવનગરના સૌથી જુના અને નિયમિત ચાલતાં એક માત્ર અખાડા ઘોઘાસર્કલ સંસ્કાર મંડળ અમાડામાં નિયમિત પ્રેક્ટીશ કરે છે.
આ અખાડામાં તમામ શાળા તેમજ કોલેજના ખેલાડી કોઇપણ નાત જાતના ભેદભાવ વિના ગરીબ તેમજ જરુરીયાતમદ તેમજ માત-પિતા ગુમાવેલ ખેલાડીઓને પણ ખેલાડી તાલીમ આપવા આવે છે. અને આ ખેલાડીઓને રમત ગમતની કારકિર્દી બનાવામાં મદદ કરવામાં આવે છે. આ ખેલાડીઓને તાલીમ કોચ ધર્મવીરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવે છે. તેમજ રેફરી તરીકે ફરજ બજાવતા યશભાઈ આલગોતર તથા સહાયક કોચ તરીકે આશિષભાઈ ડાભી, સોનલબેન વેગડ આભારી છે, તેમજ સેક્રેટરી ગુજરાત રાજ્ય ટેનીસ વોલીબોલ નિહારિકાબેન શિયાતના માર્ગદર્શન નિયમિત મળતું રહે છે, આ તકે ઘોઘાસર્કલ સંસ્કાર મંડળ અખાડાના સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા અભીનંદન પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો