Poetry : - મારી ભીતર "
- પારુલ અમિત "પંખુડી" -નડિયાદ
મારી ભીતર "
મારી ભીતર ઊંડે ઊંડે જોને દોસ્ત !
સાવ અમસ્તુ કશુંક પાછું છે ઉછળે,
મારાં મૃત્યુ બાદ જઈને જોજો હોં !
યાદ મને કરતું શું જણ એકાદ મળે?
તું જ હૃદયમાં વસ્યો અવિરત, સાંભળજે !
લે ચકાસને ! તારો ત્યાં ધબકાર મળે !
મેઘધનુષી રંગો શું જોવા નભમાં ,
રંગ સ્વર્ગનો મુજમાં પણ એકાદ ભળે.
લે બુઝાઉં છું હળવે હળવે હાંફીને,
પાંખો મારી જોને ઉડવા આભ વળે !
શૂન્ય થઈને એકલ એકલ જાવું છે,
દાવપેચ ના હોં એવું ત્યાં કો'ક મળે.
છૂટી કેદમહીંથી હળવો ભાર કરી,
તીર મનોમન આરપાર વીંધી નીકળે.
ખુબ તરોતાજા રહેતી પડદા આગળ,
એકાદુ આંસુય પીવું નિરાંત મળે.
હું બાજી હારું જાણીને શતરંજી,
જીત હવે તમનેય પછી એકાદ મળે.
ના વિલંબ કર, ઝટ કરજે તુંયે પ્રસ્થાન
આવી મુક્તિ ફરી મળે કે ના ય મળે.
Saras
જવાબ આપોકાઢી નાખો