ઢળતી ગઈ....... .કવયિત્રી :- વર્ષા ભટ્ટ (વૃંદા) - અંજાર
દિવસો ગયાં, મહિનાઓ ગયાં,
વર્ષો ગયાં અને જીવનની સાંજ ઢળતી ગઈ.
બંધાયા પ્રેમને તાંતણે,
સમય જતાં પ્રેમ બાજુ પર રહ્યો,
અને જવાબદારી વધતી ગઈ.
જે હતાં દિલની નજીક,
થયાં એ દૂર અને જિંદગીને જવાબો આપી થાકી ગઈ.
હતી એ કોમળ કાયા,
તરવરાટ યુવાની એ પણ સમય સાથે ઢળતી ગઈ.
છે એ ક્યાં રહે છે,
કાયમ એજ વૃંદા કવિતાઓ લખીને કહેતી ગઈ.
ઢળતી ગઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો