Parichay Talks :- 437 (Lekhak Ni Kalame ) 15-11-22 પરિવર્તનની લહેરમાં માણસની ગતિ કઈ તરફ જાય છે??

 પરિવર્તનની લહેરમાં માણસની ગતિ કઈ તરફ જાય છે??

 કોલમનું નામ :- “ થોડાંમાં ઘણું “

લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “ – રાજકોટ

માણસની યાત્રા જુથથી એકાંત તરફ જતી જાય છે. જુથથી એકાંત તરફ જતાં માણસની ગતિ શું સાચા માર્ગે જઈ રહી છે?  પરિવર્તન સંસારનો નિયમ છે. આદિમાનવથી લઈને આજનાં આધુનિક માનવ સુધીના માણસના જીવનમાં આવેલ પરિવર્તન ઘણું બધું માનવસર્જિત છે. જેના લાભ અને ગેરલાભ બન્ને છે. આપણે સૌ જાણીએ છીએ પરંતુ ટેકનોલોજીની હોડમાં આજે જૂથથી એકાંત તરફ જતો માણસ અને ટેકનોલોજીથી આવેલું આજે માનવ જીવનનું પરિવર્તન કેટલે અંશે સ્વીકાર્ય છે? એ જરા વિચારીને આ સમયની માંગ છે? કે સ્વેચ્છાએ ઊભી કરેલી કોઈ મહેચ્છા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક જૂથમાં રહેતો માણસ થોડા મળે તો માણસ ધીમે ધીમે સંયુક્ત કુટુંબમાં રહે તો માણસ વિભક્ત કુટુંબો તરફ વળ્યો. પરંતુ આ વિભક્ત થયેલા કુટુંબોમાં પણ શું હું પ્રેમ કે સંવેદના સહાનુભૂતિ પર અનુભૂતિ છેવખરું ? એક જ રૂમમાં બેઠેલા માતા પિતા અને પુત્ર કે પુત્રી પોત પોતાના મોબાઈલમાં જોતા દેખાય છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં એક રંગમંચનો આનંદ હતો. લોકો નાટકો, રામલીલાના કાર્યક્રમો જોવા માટે જતા હતા અને ત્યાં લોકો ભેગા થતા હતા, સાથે મળી આનંદ કરતા હતા. એક સાથે સંપથી જીવન જીવતા હતા. તહેવારોની ઉજવણી કરતા હતા. ધીમે ધીમે રંગમંચનું સ્થાન ટીવી આવતા લોકો ઘરે ઘરે ટીવી પર પ્રોગ્રામ જોવા લાગ્યા. થોડું ઓછું થયું પછી થિયેટરનો જમાનો આવ્યો. સિનેમાઘરમાં લોકો ફિલ્મો જોવા જતાં હતા. પરંતુ આજના સમયમાં પૂરું આ સમયમાં નેટ ફ્લિક્સ અને મોબાઇલની અંદર આવતા ટીવી કાર્યક્રમ અને મોબાઇલની અંદર ઇન્ટરનેટ દ્વારા હવે લોકોને  જૂથ તરફ થી એકલા પોતાનો પ્રોગ્રામ પોતાની જાતે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવી ગયા છે. રેસ્ટોરામાં જતાં લોકો સમુહમાં જતાં કે હોટેલમાં જઈને જમતા માણસો હવે સ્વીગી અને જોમાટો કરતા થયા છે. એટલે કે પોતાના અંગત ઘરમાં પોતાનું ખાવાનું મંગાવ્યું અને એકાંતમાં જતાં જાય છે. ટોળાનો ઘટાડો થતો જાય છે. બેંકમાં કે જ્યાં લોકો ભેગા મળીને નાણાકીય વ્યવહારો કરતા હતા નેટ બેન્કિંગ દ્વારા

* Shining Diva Fashion Latest One Gram Gold Plated Set of 8 Traditional Bangles for Women and Girls

ગોલ્ડ પ્લેટેડ સેટ ખરીદવા નીચેની લિંક ઉપર ક્લિક કરો અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મેળવો.  https://amzn.to/3ECrG8P

આ બેન્કનું સ્થાન નેટબેન્કિંગ આવતા બેંક નું મહત્વ ઘટ્યું. બેંકમાં લોકો કાર્ય કરવા નથી જતાં. પોતાના હાથના ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ નાણાકીય વ્યવહાર અને સાથે સાથે પેટીએમ ને બીજા એપ દ્વારા નાણાકીય વ્યવહારો કરતા હવે બેંકો ની અંદર ભેગા થતા નથી. આપણે જાણીએ છીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કે જેમાં એક સાથે લોકો મુસાફરી કરતા હતા  એ મુસાફરીનો પણ આનંદ હતો. એમ ને બદલે હવે અંગત ઓલા અને ઉબેર આવી ગયા. ગામની બજારોનું સ્થાન શોપિંગ મોલ એ લીધું હતું અને આ શોપિંગ મોલ નું સ્થાન પણ હવે ઇન્ટરનેટ શોપિંગ એટલે કે એમેઝોન અને ઓનલાઇન શોપિંગ કરી લીધું છે. ઘરે બેસીને પોતાના મોબાઈલ જે વસ્તુ ખરીદી ખરીદી શકે છે. બધું સાચું બધુ સ્વીકાર્ય ફાયદા છ. તો એના ગેરફાયદા પણ છે. બાળકો જે રમત ગમતના મેદાન પર રમતા હતા બાળકો જે શારીરિક રમતો રમતા હતા. અરે...રેતીના ઢગ પર ચડીને કુદકા મારતા હતા. ત્યારે ગીલીડંડા રમતા હતા, ક્રિકેટ રમતા હતા. શેરીમાં રમતા હતા. સંતાકૂકડી રમતા હતા. એ બાળકોના જીવનમાં રમતોનું સ્થાન ઓનલાઈન રમતો એ લીધું છે. હવે બાળકો મોબાઈલ ગેમ રમી રહ્યા છે. હાલમાં જ એક બાળકને તેની માતાએ પબજી રમવાની એક રમત છે. ઓનલાઇન રમવાની ના પાડી તે બાળકે તે માતાને તે માતાની હત્યા કરી નાખી. કેટલીક ગેમો તો એવી છે ઓનલાઇન ગેમ કે જેમાં ટાસ્ક પુરા કરવા માટે નાના બાળકો કેટકેટલાય કરવાનું કામ કરે છે. સાથે સાથે મૃત્યુને ભેટે છે. આત્મહત્યા તરફ દોરી જાય છે. ટોળામાંથી દૂર થતો માણસ જ્યારે એકાંતમાં સમય પસાર કરતો થાય છે. ત્યારે તેને જે હુંફ, પ્રેમ અને જે માનવીય લાગણીઓ ની જરૂર છે એ લાગણીઓ ન મળતાં એ વિકૃતિ તરફ વળે છે. શું આપણે ઇચ્છીએ છીએ કે આપણું આ સમગ્ર સૃષ્ટિ  ભાવવિહીન બની જાય઼ શું આ ચાલે?  તે લાગણીહીન અને સંવેદનહીન થઇ જાય. કોરોના સમયમાં ઓનલાઇન શિક્ષણ તાલીમ શાળાઓ બંધ રહી. શિક્ષણ ઓનલાઇન આવતા કેટલી બધી એપ્લિકેશનનો બાળકોને ઓનલાઇન ભણતા કર્યા. youtube ચેનલ ઉપર એટલું સાહિત્ય પીરસી રહ્યું છે કે જેના દ્વારા બાળકો શિક્ષણ લઇ શકે છે. પરંતુ .. ટોળાથી માણસ એકાંત તરફ જાય છે. એ જ રીતે હવે શાળાઓ પણ શિક્ષકના બદલે રોબોટથી ચાલતી હશે..પરિવર્તન આવશે તો શિક્ષણ ક્ષેત્રે પણ આવવાનું જ છે. અને શું ટોળામાં ભેગા થઈને જે બાળકો સંયુક્ત તરીકે શિક્ષણ લેતા હતા. તેનું સ્થાન ઘરે એક ખૂણામાં કોમ્પ્યુટરમાં એકલો બાળક શું ખરા અર્થમાં માનવ હશે ? ખરું જેનું શિક્ષણ રોબટ પરથી ચાલશે તે બાળક માહિતિનો ભંડાર તો હશે. તેમની પાસે જ્ઞાન તો પૂરતું હશે. પરંતુ તેનું મૂલ્ય શિક્ષણ, જીવનના ઘડતર માટે જરૂરી શું તે પ્રાપ્ત કરી શકશે ખરી.? .પહેલા ફોટો પાડવા માટે ફોટોગ્રાફર હતા. કુટુંબના સભ્યો હતા અને સ્ટુડિયો પણ હતા. પણ અત્યારે સેલ્ફી નો જમાનો છે. ફોટો પાડાવવા કોઈ બીજા માણસની જરૂર નથી કારણકે સ્વયમ સ્વયમ નો ફોટો પાડવો પડે. એકાંત અને એકલતા આવી ગઈ છે. પેલા ટાઈપ રાઈટર હતા. હવે ડિજિટલ યુગમાં પ્રિન્ટરો આવ્યા અને હવે ધીરે ધીરે ડિજિટલ વર્લ્ડે ઓનલાઇન તમામ કામગીરી એ ટાઈપરાઈટર નો સ્થાન લીધું. સુપર કોમ્પ્યુટર આવતા જ બદલાયું. પહેલા પોસ્ટકાર્ડ લખાતાં, ટપાલો લખાતી, આંતરદેશીય પત્ર લખતા. સગાઈ થતી તો પ્રેમ પત્રો લખાતા. પરંતુ હવે આ મોબાઇલના યુગમાં પોસ્ટકાર્ડ, ટપાલ કે પ્રેમપત્રોનુ સ્થાન મેસેજ, વોઈસ મેસેજ અને વિડીયો કોલ એ લીધું...આ પરિવર્તન ને કારણે જે પત્રો વાંચવાની મજા હતી જે પત્રો સાચવવાની મજા હતી એ ગુમાવ્યા.સંબંધો પણ તકલાદી થયા. અને ટકાઉ રહ્યા નહીં. સંબંધો તકલાદી બન્યા છે. ફાસ્ટ ફૂડના જમાનામાં સંબંધો પણ ફાસ્ટ ફૂડ જેવા બન્યા છે. યુઝ એન્ડ થ્રો જેવાં બન્યા છે. પેલા પંગતમાં જમાવાની પ્રથા હતી... પંગતના બદલે સ્વરુચિ ભોજન આવ્યા. હવે તો એ રીતે પણ નહી....તો પહેલા વર્ષે એકવાર જ્ઞાતિજનોનો સમૂહભોજન થતું. જ્ઞાતિજનો સમૂહમાં ભેગા થતા પરંતુ હવે તો આવા પણ પ્રસંગો આપણે જાણીએ છીએ કે કોરાનાનાં  આ સમય દરમિયાન સોશિયલ distance ને કારણે બધા જ સમૂહ કાર્ય બંધ થયા. આ પરિવર્તન ધીરે ધીરે માણસને એકલું કરતું જાય છે. માણસને ખબર નથી કે પોતે એકલતા તરફ રસ્તો જાય છે. માણસને ખબર નથી કે ની એકલતા એ એની સફળતાને પણ કોની સાથે ઉજવશે છે.? હા, માણસના સુખ અને દુઃખ બંને માં માણસને પોતાના પરિવારની જરૂર હોય છે. સુખ અને દુઃખમાં માણસને ટેકો આપનાર તેની સાથે ખુશી શેર કરનાર કે દુઃખ શેર કરનાર કોઈ સહાનુભૂતિ બતાવનાર વ્યક્તિની જરૂર હોય છે. હવે આપણે જોઈએ જ જાણીએ છીએ કે પરિવર્તનના યુગમાં જ્યારે રસ્તાઓ કે રોડ ઉપર એકસીડન્ટ થાય છે..તો લોકો તેમના વિડીયો ઉતારે છે. પરંતુ મદદ માટે કોઈ રહેતું નથી. ડૂબતો કોઈ માણસ દેખાય તો એનો પણ લોકો વિડીયો બનાવે છે. એને બચાવવાને બદલે એકલતામાં રહેવા ને કારણે જ માણસ સહાનુભૂતિ કે પરાનુભૂતિની લાગણી જ થતી નથી..એ ધીમે ધીમે વિસરાતી જાય..

------------------------------------------------------------------------------------------------------

Translate the English

In the wave of change, which direction does the movement of man go??

Author Name :- “Vanita Rathore” – Rajkot
Man's journey goes from group to solitude. Is the movement of man from community to solitude going in the right direction? Change is the rule of the world. Much of the change in human life from primitive man to today's modern man is man-made. Which has both advantages and disadvantages. We all know, but in the bet of technology today, man going from group to solitude and the change of human life brought about by technology today is acceptable to what extent? Thinking that is the demand of this time? That there is a will made voluntarily. We all know that man living in a group met a few, then man gradually lived in joint family, then man turned to nuclear families. But even in these estranged families, am I feeling love or feeling over sympathy? Parents and son or daughter sitting in the same room are seen looking at their mobile phones. We know that in the past there was a stage joy. People used to go to see plays, Ramlila programs and there people used to gather, enjoy together. Together they lived a wealthy life. used to celebrate festivals. Gradually people started watching programs on TV at home, replacing theater with TV. A little later came the age of theatre. People were going to watch movies in the cinema. But in today's time, with Net Flix and mobile TV programs and mobile internet, people have moved from groups to their own programs on a single instrument. People who go to a restaurant, go to a group or go to a hotel to eat are now swiggy and jomato. That is, he orders his own food in his private house and goes to solitude. The herd dwindles. In the bank where people used to do financial transactions together through net banking
The importance of the bank decreased as net banking replaced this bank. People are not going to work in the bank. Hand instrument digital financial transactions as well as Paytm through other apps are no longer congregated within banks. We know that public transportation in which people travel together was also a joy of travel. Instead of them now personal Ola and Uber have come. Village markets were replaced by shopping malls and this shopping mall has now been replaced by internet shopping i.e. Amazon and online shopping. You can buy things sitting at home on your mobile phone. All are true and all are acceptable benefits. So it has disadvantages too. Children who played on the playground Children who played physical sports. Hey...he was jumping on the sand dunes. They used to play gilidanda, they used to play cricket. were playing in the street. They were playing hide and seek. Online games have taken the place of games in the lives of those children. Now children are playing mobile games. Recently a child has a game of PUBG played by his mother. The child who refused to play online killed the mother. Some games are online games in which small children have to do various tasks to complete the task. At the same time embraces death. leads to suicide. A man who withdraws from the crowd spends time in solitude. When he does not get the warmth, love and human feelings that he needs, he turns to perversion. Do we want our entire creation to become soulless? He becomes emotionless and insensitive. Online education and training schools remained closed during Corona. How many applications of online education made children study online. YouTube channel is serving so much literature through which children can get education. But .. from the crowd man goes to solitude. Similarly, schools will now be run by robots instead of teachers. And whether the children who gathered together in groups were being educated as a group. His place at home in a corner in the computer alone child will be truly human? Yes, the child who will be taught by a robot will be a storehouse of information. They will have enough knowledge. But will he be able to achieve the value of education, necessary for the formation of life? .First there was a photographer to photograph. There were family members and there were studios. But now is the era of selfie. There is no need for another human being to take a photograph because one has to take a photograph of one's self. Solitude and loneliness have come. He was a typewriter. Now printers came in the digital age and now slowly digital world has replaced the typewriter for all online operations. That changed with the advent of supercomputers. First postcards were written, mails were written, domestic letters were written. If there was an engagement, love letters were written. But now in this era of mobiles, postcards, mails or love letters have been replaced by messages, voice messages and video calls. And not sustainable. Relationships have become strained. In the era of fast food, relationships have also become like fast food. It has become like use and throw. In that pangat there was a practice of gathering... instead of pangat came Swaruchi food. Now not even like that...then once a year there was a mass meal of the caste people. Castes used to gather in groups, but now we know of such occasions that during this time of Korana, all group activities were stopped due to social distance. This change gradually isolates the man. Man does not know that he himself leads the way to loneliness. A man does not know with whom his loneliness will also celebrate his success.? Yes, man needs his family in both happiness and sorrow. A person needs someone to support him in happiness and sorrow, someone who can share his happiness or sorrow with him. Now we know for sure that in the age of change when accidents happen on roads or roads..then people upload their videos. But no one is there to help. If a person is seen drowning, people also make a video of it. Instead of saving it, a person does not feel sympathy or empathy because of being isolated.. He gradually forgets..

2 ટિપ્પણીઓ:

  1. જીવન ની શુદ્ધ પ્રણાલી ને આધુનિક ડીઝીટલ યુગ માઁ પરિવર્તન થાય છે......
    અફસોસ...... પરિવર્તન સંસાર નો નિયમ છે
    આપણે અપનાવું કે ના અપનાવું એ આપડી ઉપર છે.....????

    જવાબ આપોકાઢી નાખો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...