ભાવનગર જિલ્લામાં બનનાર ૧૦૦ સરોવર માટે સહયોગની સરવાણી વહેવાં લાગી
સિહોરના બુઢણા ગામે અમૃત સરોવર તળાવ બનાવવાનો તમામ ખર્ચ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી દ્વારા કરવામાં આવશે
ભાવનગર.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાની હાકલને ઉપાડી ભાવનગર જિલ્લામાં ૧૦૦ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવનાર છે.
આ સરોવરોનું નિર્માણ સરકાર સાથે લોક સહયોગથી થનાર છે. જેથી જેટલો લોક સહયોગ વધુ તેટલાં વધુ સરોવરો નિર્માણ પામશે અને જિલ્લામાં પાણીની સગવડમાં વૃધ્ધિ થશે.
ભાવનગર જિલ્લામાં બનનાર ૧૦૦ સરોવર માટે સહયોગની સરવાણી વહેવાં લાગી છે. આ અંતર્ગત સિહોરના બુઢણા ગામે અમૃત સરોવર તળાવ બનાવવાનો તમામ ખર્ચ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી દ્વારા કરવામાં આવનાર છે.
ડેપ્યુટી કલેકટર દિલીપસિંહ વાળાએ આ સરોવરના નિર્માણ અંગેની જાણકારી તથા તેનાથી થનાર લાભ અંગે સમાજના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં સિહોર સાથે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થનાર છે. આ સરોવરોના નિર્માણ માટે સમાજ સહયોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે સમાજનો નાનામાં નાનો નાગરિક પણ તેના આર્થિક સાથે શ્રમદાન સાથે પણ આગળ આવે તે જરૂરી છે.
જળ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે. ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, આપણાં પર કુદરતનું તથા સમાજનું જે ઋણ છે તેને આ સરોવરના નિર્માણથી અદા કરીએ.
બૂઢણા ખાતે સરોવર નિર્માણ માટેનો સંપૂર્ણ ખર્ચ બુઢણાના ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી આપનાર છે. ત્યારે વહીવટી તંત્રએ ઉદ્યોગપતિ અનુભાઈ તેજાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. અને તેમાંથી પ્રેરણા લઇ અન્ય લોકો પણ આગળ આવે તે માટેનો અનુરોધ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Translate
the English
Support for 100 lakes to be built in Bhavnagar district started pouring in
All expenses for construction of Amrit Sarovar lake at Budhana village in Sihore will be borne by businessman Anubhai Tejani.
Bhavnagar.
Following Prime Minister Narendra Modi's call to build 75 nectar lakes in every district in the country, 100 nectar lakes are going to be constructed in Bhavnagar district.
The construction of these lakes will be done with public cooperation with the government. So, the more public support, the more lakes will be built and the water availability in the district will increase.
For 100 lakes to be built in Bhavnagar district, requests for support have started pouring in. Under this, all the expenses of making Amrit Sarovar lake in Budhana village of Sihore will be borne by businessman Anubhai Tejani.
Deputy Collector Dilipsingh Wala informed the society about the construction of this lake and its benefits.
On the occasion of the 75th year of independence, 100 lakes will be constructed against 75 lakes in Bhavnagar district along with Sihore. Community cooperation is very important for the construction of these lakes. Then it is necessary that even the smallest citizen of the society should come forward with his financial contribution.
Water conservation is a conservation act of nature. Water campaign is also conducted by the state government every year so that the future generation does not suffer from water scarcity. Then it is the responsibility of all of us to pay the debt we owe to nature and society by building this lake.
Anubhai Tejani, a businessman from Budhana, has paid the entire cost for the construction of the lake at Budhana. Then the administration has expressed its gratitude towards businessman Anubhai Tejani. And the system has also requested others to take inspiration from it.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો