Parichay Talks :- 370 Dt :- 21-07-22 ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક અને ચિત્રકારને હરિયાણા કુરુક્ષેત્ર ખાતે નેશનલ નવાચારી શિક્ષક એવોર્ડ- 2022થી સન્માનિત કરાયા.

ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક અને ચિત્રકારને હરિયાણા કુરુક્ષેત્ર ખાતે નેશનલ નવાચારી શિક્ષક એવોર્ડ- 2022થી સન્માનિત કરાયા.


તા.19/20મી મે - 2022ના રોજ હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાયેલ ઓલ ઇન્ડીયા બાલરક્ષક પ્રતિષ્ઠાન અંતર્ગત નેશનલ લેવલ ઇનોવેટિવ કોન્ફરન્સમાં સમગ્ર ભારતમાંથી જુદા જુદા 17 રાજ્યોના 150 ઇનોવેટીવ શિક્ષકોને રાષ્ટ્રીય નવાચારી શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ એવા શિક્ષકોને આપવામાં આવે છે જેઓ શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય. આ એવોર્ડ માટે ગુજરાતમાંથી 37 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.જેમાં ભાવનગર જિલ્લામાંથી 4 શિક્ષકોની પસંદગી થઈ હતી.
આ ચાર  શિક્ષકોમાં ભાવનગર તાલુકાની ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક, ચિત્રકાર, રકતદાતા અને સમાજ સેવક રસિકભાઈ માધુભાઈ વાઘેલાની પસંદગી થઈ હતી.જેમાં તેમને શાલ ઓઢાડી, મોમેંટો, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ કુરૂક્ષેત્રના શિક્ષણાધિકારી આદરણીય અરૂણભાઈ તથા વિશિષ્ઠ અતિથિ કરનાલના મૌલિક( પ્રાથમિક) શિક્ષણાધિકારી આદરણીય રોહતાસ વર્માના હસ્તે  નેશનલ નવાચારી શિક્ષકોને એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ.
ઓલ ઇન્ડિયા બાલરક્ષક પ્રતિષ્ઠાનના સંસ્થાપક મનોજ ચિંચોરે અને સચિવ નરેશ વાઘના સુચારુ આયોજનથી કાર્યક્રમ ખુબજ સુંદર રીતે સફળ રહ્યો હતો. દેશના વિવિધ 17 રાજ્યોના શિક્ષકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ.
આ સમગ્ર એવોર્ડ કાર્યક્રમ હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલ જયરામ વિદ્યાપીઠમાં યોજાયો હતો.આ એવોર્ડ મળતા તેમને પોતાની શાળા, ગામ, સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું.તેમને સમગ્ર શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

A teacher and painter of Kryshyaka Primary School was honored with the National Navachari Teacher Award- 2022 at Haryana Kurukshetra.

On 19/20 May - 2022, 150 innovative teachers from different 17 states from across India were honored with the National Innovative Teacher Award at the National Level Innovative Conference under the All India Balrakshak Prestige held at Kurukshetra, Haryana.
This award is given to teachers who have done outstanding work in the field of education and in the social field. 37 teachers were selected from Gujarat for this award. Out of which 4 teachers were selected from Bhavnagar district.
Among these four teachers, Rasikbhai Madhubhai Vaghela, a teacher, painter, blood donor and social worker of Kryshwaka Primary School of Bhavnagar taluk was selected. In which he was awarded a shawl, momento, shield and certificate.
Honorable Arunbhai, Educational Officer of Kurukshetra, Chief Guest of the program and Rohtas Verma, Principal (Primary) Education Officer of Karnal, Special Guest honored the National Innovative Teachers with awards.
The program was beautifully organized by Manoj Chinchore, the founder of the All India Children's Protection Foundation and Naresh Wagh, the secretary. Various cultural programs were presented by teachers from different 17 states of the country.
The entire award program was held at Jairam Vidyapeeth in Kurukshetra, Haryana. He made his school, village, society and family proud by getting this award. The entire school family congratulated him.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...