Poetry
Poetry :- શીર્ષક:- "હુસ્ન એ મલિકા"
- આચાર્ય વિધિ - " રાહી " - અમદાવાદ
આમ કાં જુઓ છો ને આમ કાં લલચાવો છો.?
નયનોમાં જામ ભરી આમ કાં તડપાવો છો.?
માન્યું કે હુસ્ન એ મલિકા છો આપ,
જુવાનીમાં ફૂટતી કલિકા છો આપ,
અંગે અંગમાં શબાબ ભરી આમ કાં ભરમાવો છો.?
દેહ લાજવાબ ધરી આમ કાં શરમાઓ છો.?
આભાર ઈશ્વરનો કે એણે તમને બનાવ્યા,
આભાર તમારો કે તમે અમને અપનાવ્યા,
આંખોમાં મદહોશી રાખી તીર કાં ચલાવો છો.?
દૂરથી જ તડપાવશો કે પછી પાસ તમે આવો છો.?
એ સાચું કે સ્માઈલમાં તમારી એક નશો છે,
એ પણ સાચું કે એ નશાનો અમને નશો છે.
સુંવાળી આ કાયા ધરી આમ કાં તડપાવો છો.?
અંગ-અંગ ચુમી હવે આમ કાં પસ્તાવ છો.?"
Poetry
Poetry :- પ્રેમ નો અહેસાસ - હેતલ જોષી - રાજકોટ
લાઞણીઓથી
વહેતી એક નદી છે,
જેની અનુમૂતિ તે
પ્રેમના શબ્દોથી
અને એ લાઞણીમાં
ડુબીને જ અહેસાસ થાય છે.
Parichay
Parichay : - Published By Parichay Dt :- 9-12-214
Pankajsinh Gohil (Standing Committee Chairman) No Parichay
poetry
poetry :- શીર્ષક : ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
- ઉદય તળાવિયા 'બાગી' - સુરત
સદીઓથી જુલમ સહ્યા તે જાતે.
અબળા શબ્દ ચોંટાડ્યો તે માથે.
તૈયાર હવે તો થઈ જા લડવાને.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
અગ્નિપરીક્ષામાં નાપાસ કરી સમાજે.
તોયે તું સદાને મર્યાદાના ઘૂંઘટ તાણે.
આશ છે હવે તો તું નીંદરમાંથી જાગે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
સમોવડી બનવાના સપના સૌ બતાવે.
તોયે એ બધા નારી કહીને તને દબાવે.
શોષણ કરનાર જ મીણબત્તી સળગાવે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
મીરાં બની તું પ્યાલા ઝેરનાં સ્વીકારે.
પછી ઠાકોરને જ વારંવાર બોલાવે.
વારો છે તું જ રણચંડી બની લડે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
પુરુષનું આધિપત્ય તું જ સ્વીકારે.
તું જ તારી અધોગતિ કાયમ નોતરે.
સમય છે 'બાગી' બની ડાંગ તું ઉઠાવે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
Poetry
Poetry :- આંખનો વરસાદ મારું મન
- દિવ્યા એમ.પુરોહિત "બંસરી" - Rajula
આંખનો વરસાદ મારું મન - હૃદય ભીનું કરે,
પણ બળે જે રોજ અંતર એ હજી પણ ના ઠરે.
દર્દની પીડા અચાનક એટલી વધતી ગઈ,
કે હવે તો આંસુઓની સંગમાં દર્દો ખરે.
આંગળીના ટેરવા જે સ્પર્શને પામી ગયા,
આખરે અવહેલના એ સ્પર્શના ઘાવો ભરે.
છે હકીકત કે હકીકત માનવી અઘરી પડી,
યાદ જૂની આંખમાં આંસુ બની કાયમ તરે.
Poetry
Poetry : - મારી ભીતર "
- પારુલ અમિત "પંખુડી" -નડિયાદ
મારી ભીતર "
મારી ભીતર ઊંડે ઊંડે જોને દોસ્ત !
સાવ અમસ્તુ કશુંક પાછું છે ઉછળે,
મારાં મૃત્યુ બાદ જઈને જોજો હોં !
યાદ મને કરતું શું જણ એકાદ મળે?
તું જ હૃદયમાં વસ્યો અવિરત, સાંભળજે !
લે ચકાસને ! તારો ત્યાં ધબકાર મળે !
મેઘધનુષી રંગો શું જોવા નભમાં ,
રંગ સ્વર્ગનો મુજમાં પણ એકાદ ભળે.
લે બુઝાઉં છું હળવે હળવે હાંફીને,
પાંખો મારી જોને ઉડવા આભ વળે !
શૂન્ય થઈને એકલ એકલ જાવું છે,
દાવપેચ ના હોં એવું ત્યાં કો'ક મળે.
છૂટી કેદમહીંથી હળવો ભાર કરી,
તીર મનોમન આરપાર વીંધી નીકળે.
ખુબ તરોતાજા રહેતી પડદા આગળ,
એકાદુ આંસુય પીવું નિરાંત મળે.
હું બાજી હારું જાણીને શતરંજી,
જીત હવે તમનેય પછી એકાદ મળે.
ના વિલંબ કર, ઝટ કરજે તુંયે પ્રસ્થાન
આવી મુક્તિ ફરી મળે કે ના ય મળે.
Poetry
By ગઝલ : " જોને "
✍️ તિતિક્ષા ✍️ જિજ્ઞાસા એમ ત્રિવેદી. - ઇસનપુર અમદાવાદ
ગઝલ: જોને
દિલની કથની કીધી જોને,
વાતો ભીની ભીની જોને.
મઘમઘતા રસ્તામાં ઘૂમી,
મોહક સોડમ પીધી જોને.
સુરખી લજ્જાની ગાલો પર,
કલગી જેવી ખીલી જોને.
દ્વાર ઉઘાડયા જેણે મનના,
સિદ્ધિ તે આંગણ દીઠી જોને.
ધખધખતા તડકામાં સળગે,
ધૂણી ધીમી ધીમી જોને.
વાતો ભીની ભીની જોને.
મઘમઘતા રસ્તામાં ઘૂમી,
મોહક સોડમ પીધી જોને.
સુરખી લજ્જાની ગાલો પર,
કલગી જેવી ખીલી જોને.
દ્વાર ઉઘાડયા જેણે મનના,
સિદ્ધિ તે આંગણ દીઠી જોને.
ધખધખતા તડકામાં સળગે,
ધૂણી ધીમી ધીમી જોને.
Poetry
Poetry
By - વહિદ શાહ - બોટાદ
આ નદીઓ રોજ જોને ખળખળે છે
કોણ જાણે કેમ દરિયો ખળભળે છે.
રાતમા ભૂલો પડયો જેના તરફ હુ
એ જ આવીને મને દિવસે મળે છે.
યાદ તારી ભુલવા કોશિશ કરુ ને-
યાદ તારી આવતા આંખો બળે છે.
પાગલો બોલી ગયા કિતાબ જે-
કોઇ પ્રેમી રોજ એને સાંભળે છે.
સાવ ખાલી છે પડેલુ આ હ્રદય-
એક તારા નામનો દિપ જ્ળહળે છે.
Poetry
Poetry
By - નિમુ ચૌહાણ.. " સાંજ " - જામનગર
છેવટ લગ પહોચવા ઘણી ઉતાવળી હતી
દેખાયુ ક્યાં રસ્તામા પડી વાડ કંટાળી હતી,
દાઝ્યા પર દામ જેવુજ લાગી આવ્યુ ત્યારે
એક ડગ પાર મંઝીલને જ્યાં બેબાકળી હતી,
ખંખેરીને હાથ એ અધ્ધર તાલ છોડી ભાગ્યા
કરગરવાની લગીરે ત્યારે આદતના ફળી હતી,
કમૌસમી વાદળો આંખોથી વરસી પડ્યા પણ
હોમાઈ ના હૈયે હામ સફર અધુરી મળી હતી,
થાક્યા ના હાથ કસોટી અઘરી ઈશ્વરે કરી
એકલ પંથી સાંજ 'ક્યાં પાછી વળી હતી.
દેખાયુ ક્યાં રસ્તામા પડી વાડ કંટાળી હતી,
દાઝ્યા પર દામ જેવુજ લાગી આવ્યુ ત્યારે
એક ડગ પાર મંઝીલને જ્યાં બેબાકળી હતી,
ખંખેરીને હાથ એ અધ્ધર તાલ છોડી ભાગ્યા
કરગરવાની લગીરે ત્યારે આદતના ફળી હતી,
કમૌસમી વાદળો આંખોથી વરસી પડ્યા પણ
હોમાઈ ના હૈયે હામ સફર અધુરી મળી હતી,
થાક્યા ના હાથ કસોટી અઘરી ઈશ્વરે કરી
એકલ પંથી સાંજ 'ક્યાં પાછી વળી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Live Update
Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ
નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ નાલોશી ભરી હાર નું દુઃખ થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...