Poetry :- આંખનો વરસાદ મારું મન
- દિવ્યા એમ.પુરોહિત "બંસરી" - Rajula
આંખનો વરસાદ મારું મન - હૃદય ભીનું કરે,
પણ બળે જે રોજ અંતર એ હજી પણ ના ઠરે.
દર્દની પીડા અચાનક એટલી વધતી ગઈ,
કે હવે તો આંસુઓની સંગમાં દર્દો ખરે.
આંગળીના ટેરવા જે સ્પર્શને પામી ગયા,
આખરે અવહેલના એ સ્પર્શના ઘાવો ભરે.
છે હકીકત કે હકીકત માનવી અઘરી પડી,
યાદ જૂની આંખમાં આંસુ બની કાયમ તરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો