poetry :- શીર્ષક : ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
- ઉદય તળાવિયા 'બાગી' - સુરત
સદીઓથી જુલમ સહ્યા તે જાતે.
અબળા શબ્દ ચોંટાડ્યો તે માથે.
તૈયાર હવે તો થઈ જા લડવાને.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
અગ્નિપરીક્ષામાં નાપાસ કરી સમાજે.
તોયે તું સદાને મર્યાદાના ઘૂંઘટ તાણે.
આશ છે હવે તો તું નીંદરમાંથી જાગે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
સમોવડી બનવાના સપના સૌ બતાવે.
તોયે એ બધા નારી કહીને તને દબાવે.
શોષણ કરનાર જ મીણબત્તી સળગાવે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
મીરાં બની તું પ્યાલા ઝેરનાં સ્વીકારે.
પછી ઠાકોરને જ વારંવાર બોલાવે.
વારો છે તું જ રણચંડી બની લડે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
પુરુષનું આધિપત્ય તું જ સ્વીકારે.
તું જ તારી અધોગતિ કાયમ નોતરે.
સમય છે 'બાગી' બની ડાંગ તું ઉઠાવે.
ક્યાં સુધી અબળા રહીશ તું પોતે?
Saras
જવાબ આપોકાઢી નાખોSaras
જવાબ આપોકાઢી નાખો