Poetry

Poetry 
By  -  નિમુ ચૌહાણ.. " સાંજ " - જામનગર
છેવટ લગ પહોચવા ઘણી ઉતાવળી હતી
દેખાયુ ક્યાં રસ્તામા પડી વાડ કંટાળી હતી,
દાઝ્યા પર દામ જેવુજ લાગી આવ્યુ ત્યારે
એક ડગ પાર મંઝીલને જ્યાં બેબાકળી હતી,
ખંખેરીને હાથ એ અધ્ધર તાલ છોડી ભાગ્યા
કરગરવાની લગીરે ત્યારે આદતના ફળી હતી,
કમૌસમી વાદળો આંખોથી વરસી પડ્યા પણ
હોમાઈ ના હૈયે હામ સફર અધુરી મળી હતી,
થાક્યા ના હાથ કસોટી અઘરી ઈશ્વરે કરી
એકલ પંથી  સાંજ 'ક્યાં પાછી વળી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...