Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 11-04-23 પરીક્ષા...   લેખિકા : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા

 પરીક્ષા...   લેખિકા : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા


પરીક્ષા...   લેખિકા : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા

        પરીક્ષા શબ્દ ત્રણ અક્ષરોનો છે, પરંતુ ભલભલાને નર્વસ કરી દે છે. ગમે તેવા મજબૂત હૈયાને પણ વિચારતા કરી દે છે. આ પરીક્ષા છે શુ ક્યારથી આવ્યું એ સૌને પ્રશ્ન છે. પરીક્ષા તો આજકાલથી થોડી છે, પરીક્ષા તો યુગોયુગથી ચાલતી આવી છે. પરંપરા પણ કહી શકાય સ્વરૂપ જુદુ હતું. પહેલાના સમયમાં પણ આશ્રમ પધ્ધતિ હોતી એમાં ગુરુ જે શ્લોકો ભણાવે વેદ ઉપનિષદના એને કંઠસ્થ કરી મૌખિક ગાન કરવાનું રહેતું. ધનુર વિદ્યામાં પણ કોણ શ્રેષ્ઠ છે ? તેના પણ પુરાવા મહાભારત અને રામાયણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ જેવા પવિત્ર ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે.

         બોર્ડની પરીક્ષાનો માહોલ હતો, હવે થોડા દિવસ એટલે કે 23/4 એ ટેટ/1/2ની પરીક્ષાનું પણ આગમન થઈ રહ્યુ છે. સૌ કોઈ જોરજોરથી તૈયારીઓ કરી રહ્યા છે. જીવનનો એક માત્ર લક્ષ્ય પરીક્ષા પાસ કરવી સૌનો બની ગયો છે. પરીક્ષા નુ તો શું છે ? જીવનની સાથે જ પરીક્ષા સહસબંધ ધરાવે છે. જીવન અને પરીક્ષા એકબીજાથી વણાયેલા છે. જીવન છે તો પરીક્ષા રહેવાની. પરીક્ષા એ એક પ્રકારનું મૂલ્યાંકન છે, તમે ક્યાં કાચા છો તમારી મહેનત ક્યાં ઓછી પડે છે, તે સૂચવે છે. બાકી રાઈનો પહાડ સમજવાની જરૂર નથી.પરીક્ષા એકથી બીજો ચડિયાતો છે, અને બીજો ત્રીજાથી ઉતરતો એ માની લેવું નરી મુર્ખતા છે. બની શકે કે પરીક્ષામાં ગોખણપટ્ટીનો પણ સહારો લીધો હોય ! પરંતુ મૌખિક રજુઆત અને અભિવ્યક્તિમાં ખતા ખવડાવે છે. માટે મગજને શાંત રાખી સકારાત્મક ઊર્જા સાથે પરીક્ષા આપવી.જેથી આજુબાજુનો માહોલ પણ સકારાત્મક બની જાય...

         જીવનના કદમે કદમે પરીક્ષાઓ થાય છે જીવન કેમ જીવવું એ સમજાય છે. ઘણીવાર સબંધોમાં પણ પરીક્ષા થાય છે. સબંધો નિભાવવામાં તમે ક્યાં કાચા છો તેની સમજ પડે છે ? ઘણીવાર તો સબંધો પારખવાની પરીક્ષામાં તમે એવા તે ફેઈલ થાવ છો કે કોઈ ફૂદડી આપીને પણ તમને પાસ કરી શકતું નથી. ધિરજ, આત્મવિશ્વાસ, સાથે સખ્ત મહેનત જે પરીક્ષા પાસ કરવા મદદ કરે છે. પરંતુ સબંધોની પરીક્ષામાં લેટ ગો કરવામાં તમે કેટલા પાવરધા છો, સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવો છો અને વધુમાં તમે સબંધોમાં કેટલું પ્રદાન કરી શકો છો ? એનાથી તમારા સબંધો મજબૂત થાય છે. સાચા સબંધોમાં સહનશીલતા, ધિરજ, રાહ જોવી અને આપતાં રહેવું વિનામુલ્યે ન વળતરે પરંતુ ઉધાર પરત મેળવવાની આશા રાખો ત્યારે સબંધોમાં તિરાડ પડે છે, જેને ગમે તેવો ગુંદર અને ગમે તેટલો દોરો પણ સાધવાની શક્તિ અને ગુણવત્તા બેય ખોઈ બેસે છે. માટે સાવધાન પહેલા વ્યક્તિનું નિરીક્ષણ કરવું ને પછી સબંધોરૂપી માયાને આવકારવી. જેથી સબંધોની પરીક્ષામાં તમે વિશ્વના ટોપટેન અપ રહો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...