રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6થી 8ની વિદ્યાર્થીઓને સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવી
રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6થી 8ની વિદ્યાર્થીઓને સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવી
કન્યાઓ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી નેતાગીરીના ગુણો કેળવી પોતાનો સ્વ બચાવ કરી શકે તે હેતુસર ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં સ્વરક્ષણ તાલીમ કેમ્પ યોજાઈ ગયો જેમાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
સમગ્ર શિક્ષા અભિયાન બોટાદ અને કરાટે એસોસિએશન ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે "રાની લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ" યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ માટે જુડો, કરાટે માર્શલ આર્ટ્સ દ્વારા સ્વ.રક્ષણની તાલીમ આપવામાં આવી હતી.જેમાં માર્શલ આર્ટસમાં નિષ્ણાંત ભાઈ બહેનોએ હાજર રહી વિદ્યાર્થીનીઓને તાલીમબધ્ધ કર્યા હતા. તાલીમ પૂર્ણ થતા દરેક બહેનોને તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો