ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ના
વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી
ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી
રિપોર્ટ - ઈશ્વરિયા ગુરુવાર (મૂકેશ પંડિત)
ઈશ્વરિયા ગામે માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ના વિદાય લેતા વિદ્યાર્થીઓને અગ્રણીઓ અને શિક્ષકો દ્વારા શુભેચ્છા આપવામાં આવી. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશકુમાર ભટ્ટના માર્ગદર્શન સાથે ઈશ્વરિયા કેળવણી મંડળના પ્રમુખ અને અગ્રણી વીરશંગભાઈ સોલંકી તથા પત્રકાર કાર્યકર્તા મૂકેશકુમાર પંડિતની ઉપસ્થિતિમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને વિદાય શુભેચ્છા કાર્યક્રમમાં શિક્ષણ સાથે સામાજિક વિકાસ માટે શીખ આપવામાં આવી.
પ્રાથમિક શાળા આચાર્ય હસમુખભાઈ ગોળકિયા, શિક્ષક કિર્તીભાઈ ચૌહાણ અને માધ્યમિક શાળાના શિક્ષકો નિતેશભાઈ જોષી તથા દેવરાજભાઈ ઉકાણી અને વિદ્યાર્થીઓએ પ્રાસંગિક વાતો કરી વિદ્યાર્થીઓની પ્રગતિ માટે કામના વ્યક્ત કરાઈ હતી. આ વિદાય શુભેચ્છા કાર્યક્રમના સંચાલનમાં કુમારી સુધા સોલંકી તથા કુમારી સ્નેહા ગોહિલ રહેલ. વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સરસ્વતીજીની તસવીર ભેટ અપાઈ હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો