ધોળકાની મોહમ્મદી પ્રાથમિક શાળાના બાળકોએ વિધાનસભા અને સાયન્સ સીટીની મુલાકાત લીધી.
ધોળકાની મોહમ્મદી પ્રાથમિક શાળાના બાળકોએ વિધાનસભા અને સાયન્સ સીટીની મુલાકાત લીધી. વિધાનસભા ગૃહમાં બેસી વિધાનસભાની પ્રશ્નોત્તરી નિહાળી હતી. બાળકોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ફોટો સેશન કર્યો અને ધોળકાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાથે ફોટો સેશન કર્યો હતો, અને વિવિધ ચર્ચા કરી માહિતી મેળવી હતી. ત્યાર બાદ સાયન્સ સીટીમાં નેચરલ પાર્ક, પ્લેનેટ અર્થ, રોબોટિક્સ ગેલેરી અને ફોર ડી થિયેટરમાં મુવી નિહાળી હતી. વિધાનસભા મુલાકાત માટે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તમામ વ્યવસ્થા કરી આપી હોય શાળાના બાળકો, સ્ટાફ તથા આચાર્ય મુસ્તાક મનસુરી એ કિરીટસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો