Parichay Talks (Education News) Dt :- 09-04-23 ભાવનગર જિલ્લામાં જુનીયર ક્લાર્કની પરીક્ષા 183 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

 ભાવનગર જિલ્લામાં જુનીયર ક્લાર્કની 

પરીક્ષા 183 કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ


        ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જુનીયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ભાવનગર કલેક્ટર, ડીડીઓ તથા એસપી સહિતના અધિકારીઓએ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તથા જરૂરી સૂચનાઓ આપી હતી. ભાવનગર જિલ્લાના 183 પરીક્ષા કેન્દ્રોના 1847 વર્ગખંડોમાં બપોરે 12:30 થી 1:30 સુધી પરીક્ષા યોજાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહાલોમાં પરીક્ષા યોજાઈ હતી. ભાવનગર જિલ્લામાં 4 ઝોન બનાવવામાં આવેલ છે, જેમાં ભાવનગર શહેરી/ગ્રામ્ય વિસ્તાર માટે 2 ઝોન અને મહુવા ખાતે 1 અને પાલીતાણા ખાતે 1 ઝોનનો સમાવેશ કરેલ છે.

        રાજયકક્ષા તરફથી ફાળવવામાં આવે પરીક્ષાલક્ષી ખાનગી સાહિત્ય દરેક ઝોન કક્ષાએ તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં સીલબંધ સુરક્ષામાં CCTVની નિગરાની હેઠળ રાખવામાં આવ્યું છે, દરેક સ્ટ્રોંગરૂમ ઉપર રાઉન્ડ ધ કલોક હથીયારધારી SRPનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાના દિવસે દરેક ઝોનનાં સ્ટ્રોંગરૂમ ઉપરથી પ્રશ્નપત્ર અને ઓએમઆરના સીલબંધ બોક્સ રૂટસુપરવાઇઝર અને હથિયારધારી ગાર્ડ મારફતે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે, આ માટે 57 રૂટ સુપરવાઇઝર અને મદદનીશની નિમણૂક કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સમાપ્ત થઈ હતી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...