ભાવનગર યુનિ. કક્ષાએ તેજસ્વીતામાં યુવતીઓનું પ્રભુત્વ વધુ.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારાને ગોલ્ડ કે સિલ્વર મેડલની જાહેરાત કરાઈ છે. જેમાં યુનિ. દ્વારા કુલ 81 મેડલ અને પારિતોષિક માટે તેજસ્વી તારલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં 79 મેડલો આપવાના છે.
એમ.એસ.સી.માં કોઇ વિજેતા નથી, બાકી રહેતા 79 મેડલ માટે જે વિજેતાઓ છે તેમાં 65 યુવતીઓ અને માત્ર 14 જ યુવકો છે. કુલ મેડલ-પારિતોષિકની ટકાવારીમાં 82.28 ટકા જેટલો હિસ્સો યુવતીઓનો છે જ્યારે યુવકોનો હિસ્સો માત્ર 17.72 ટકા જ રહી ગયો છે. આમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સતત ત્રીજા વર્ષે એમકેબી યુનિ.માં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવવામાં યુવકોને યુવતીઓએ ક્યાંય પાછળ રાખી દીધા છે.
તેજસ્વી તારલાઓની યાદી યુનિ.ની વેબસાઇટ પરથી જોવા મળશે. તેજસ્વી તારલાઓમાં સર્વાધિક મેડલ મેડિકલ ફેકલ્ટીમાં ફાઇનલ યરની વિદ્યાર્થિની મહિમા તુષારભાઇ ત્રિવેદી કુલ 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ સાથે 7 મેડલ અને પારિતોષિક મેળવી સિદ્ધિ અંકે કરી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મેડલ અને પ્રાઈઝ નોટીફીકેશન-2022 જાહેર કરાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો