મહુવા પારેખ કોલેજમાં .S.S.યુનિટના ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા.
મહુવા પારેખ કોલેજના ૨.કી. રૂપારેલ હોલ ખાતે N.S.S.યુનિટના ઉપક્રમે સ્વ.રોહિત કે. ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા વિવિધ ડેની ઉજવણી કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં પારેખ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ,મહુવાના 37રકતદાતાઓએ ૨કતદાન કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
વિદ્યાર્થી રકતદાતાઓને નવકાર બ્લડ બેન્ડ તરફથી બિસ્કીટ તથા સ્ટુડન્ટ ફાઈલ આપવામાં આવેલ. કોલેજનાં આચાર્ય ડૉ. સી.કે.પટેલનાં આર્થિક સહયોગથી એનર્જી ડ્રીંકસ તથા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા રકતદાતાઓને કોફી આપવામાં આવેલ હતી.
પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ડે, ટ્રેડીશનલ ડે, સિગ્નેચર ડે, સાડી ડે, જીન્સ ડે વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્ય ડૉ.સી.કે.પટેલે વિદ્યાર્થીઓને વિવિધતા સાથે જીવન ઘડતર માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનુંભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો