શબ્દ છે ઈશ્વર....દિવ્યા એમ.પુરોહિત "બંસરી" - રાજુલા, અમરેલી.
શબ્દ છે ઈશ્વર અમારો શબ્દ પ્રાણાધાર છે,
એક અડધા મૌન વચ્ચે શબ્દ નો રણકાર છે.
શ્વાસની આખી કવિતા એ જ છે આ જિંદગી,
શબ્દ સંગે શબ્દ ભળતા શબ્દનો હોંકાર છે.
મનના ખાલી ઓરડે શબ્દો ભર્યા છે સામટા,
એ જ આખું મિલકતો નો એટલો વિસ્તાર છે.
એક ટહુકારા સુધીનો માર્ગ શોધે આ નયન,
મોરપંખી નાદ જેવો શબ્દનો ટહુકાર છે.
હું કવિતાનો કિનારો જાત નો છેડો ગણું,
એ જ તો અંતર મહી ધબકી રહ્યો ધબકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો