પ્રણય કવિતા.... કવિ :- વહીદ શાહ - બોટાદ
એ દિવસે - એ ચા - રે આવી
હું એના જ વિચારોમા મગ્ન હતો..
પહેલાં આવવાની ના પાડે છે. પણ,
મે વિચાર્યુ..... અબજો માણસો ની વચમાં
તે - મારી પાસે જ કેમ આવી... થોડી હિંમતે
તેને અંદર ખેચી લીધી પછી...
કોઈ પ્રિયતમ પ્રિયા ને આલિંગનમાં ખોવાય...
એમ તેના આલિંગન મા ખોવાયો
એનો સ્પર્શ હું પામી શક્યો નહી..
ને... એ પણ મારો સ્પર્શ નહી પામી શકી હોય..
ઓચિંતા જ સવા - ચારે એ જતી રહી
હું એને...ન સમજી શક્યો.... ન પામી શક્યો..
એના સ્પર્શની અનુભૂતિ મને હવે થઈ
હવે...તો... કોણ જાણે ફરી,
એ દીવાની આંછી જ્યોત મા કોઈ નવોઢા...
પરણ્યા ની...પ્રથમ રાત્રીએ...
પતિની બાહોપાશ મા ખોવાય
એમ, મારા અચેતન મન માંથી
કોરા હ્રદય મા શબ્દરૂપી દેહ ધરી
એ પ્રણય કવિતા .....
હવે, ક્યારે આવશે......??!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો