કવિતા રચાઈ .... કવયિત્રી : - - જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ
મન મહી આજ વિચારો શબ્દરૂપે એ લખાઈ ગઈ;
ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.
કવિની સંવેદના અંતર મહી સ્પર્શીને એ સમાઈ ગઈ.
ત્યારે પ્રકૃત્તિની સોળે કળાએ આજ એ ખીલી ગઈ.
કવિતા મહી આજ મધૂર સંગીતના સૂરે એ રચાઈ ગઈ;
ત્યારે સૂરના એ જ તાલ કવિની રચના એ પૂરવતી ગઈ.
અનેક પીડાઓ સંગ, કવિની કલમ પસાર થઈ ગઈ;
ત્યારે અંતરે સુખ અનુભવતાં આનંદ એ માણી ગઈ.
કવિની કલમએ આજ જીંદગીના પાઠ શીખવી ગઈ;
ત્યારે જીવન મહી શાંતિની સુગંધ એ ફેલાવી ગઈ.
મન મહી આજ વિચારો શબ્દ રૂપે એ લખાઈ ગઈ;
ત્યારે કલમની આજ ધાર બનીને કવિતા રચાઈ ગઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો