Parichay Talks (Education News) Dt :- 14-03-23 ભાવનગરના પાલિતાણાના શિક્ષકની એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી.

 ભાવનગરના પાલિતાણાના શિક્ષકની એજ્યુકેશન 

ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી.




         જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકોને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે જિલ્લા કક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી અને પ્રાથમિકથી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષક મિત્રો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનુ આયોજન થતું હોય છે. સતત આઠમી વખત પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક પોતાનું ઇનોવેશન રજૂ કરશે.
         ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા સાઈકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં આ શિક્ષક સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ મળેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાનાં નવતર પ્રયોગની ઇનિંગ શરૂ રાખી છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજાનાં દિવસોમાં પણ બાળ આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
          ધોરણ એકથી આઠ સુધીના બાળકો આખો મહિનો શાળામાં આવે અને એક પણ ગેરહાજરી ના રાખે તેવા બાળકોને રવિવારના દિવસે સાઇકલ ચલાવવા મળે. સાથો ટ્રાફિકના નિયમોની પણ સમજ આપવામાં આવે છે. આમ આ નવતર પ્રયોગના માધ્યમથી શાળાનાં તમામ બાળકોમાં દસથી વધુ પ્રકારનાં બદલાવ આવે છે. અને શાળાકીય વાતાવરણમાં એક નવાચાર જોવા મળે છે. સતત આઠ વર્ષનો અનુભવ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાધ્યાપકોના માર્ગદર્શનથી નાથાભાઈ એન. ચાવડાને રાજ્ય કક્ષાએ પણ પોતાના નવતર પ્રયોગ વિદ્યા ક્લિનિકની પસંદગી કરવામાં આવી હતી.
          આમ આ શિક્ષક દ્વારા બાળકો માટે કંઇક નવું અને આનંદપ્રિય સંશોધન કરવાનો પોતાનો શોખ સમયદાન દ્વારા પૂર્ણ કરે છે. પોતાની શાળા અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે સતત અને સતત મથતાં આ શિક્ષક આવનારા સમયમાં દાતાશ્રીનાં સહયોગથી વિદ્યાર્થીઓ માટે તાલીમ કેન્દ્રો પણ પ્રસ્થાપિત કરશે. આમ ઘસાઈને ઉજળા થઈએનો આ શિક્ષકનો અભિગમ ઉમદા છે. અને આવા ઉમદા અભિગમો દ્વારા સરકારી શાળાઓમાં બાળકો અભ્યાસ કરવાનું વધુ પસંદ કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...