પાલીતાણા અભયમ્ ૧૮૧ ની ટીમ દ્વારા
’બેટી બચાવો - બેટી પઢાવો’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પાલીતાણા મહિલા આર્ટ્સ કોલેજ અને એમ.એમ કન્યા વિદ્યાલય ખાતે કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા અને મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરાઇ
સરકાર દ્વારા નારીશક્તિને વધુ સશક્ત બનાવવાં માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન મહિલાઓને આકસ્મિક સંજોગોમાં મદદ કરી તેને સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે. જેમાં મહિલાઓ પર થતાં માનસિક કે શારીરિક અત્યાચાર સહિતના કિસ્સાઓમાં અભયમની ટીમ સ્થળ પર જઇએ જે-તે કિસ્સાઓનું સમાધાન કરે છે અને તેનો ઉકેલ લાવે છે.
રાજ્ય સરકાર દ્વારા નારી વંદન મહોત્સવ અંતર્ગત ભાવનગરના પાલીતાણા ખાતે ૧૮૧ ની ટીમ દ્વારા ’બેટી બચાવો - બેટી પઢાવો’ થીમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાલીતાણા અભયમ ૧૮૧ ટીમ દ્વારા પાલીતાણાના તળેટી ખાતે આવેલ મહિલા આર્ટસ કોલેજ તેમજ એમ. એમ. કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓને હેલ્પલાઇન દ્વારા તેમજ ૧૮૧ એપ્લિકેશન વિશે માહિતગાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત કુટુંબ સલાહ કેન્દ્રમાં પરિવારમાં આવતાં તમામ પ્રશ્નોનું ઊંડાણપૂર્વક કાઉન્સેલિંગ કરી સોલ્યુશન કેવી રીતે કરવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અભયમ ટીમ કઇ રીતે મહિલાઓના કોલ આવ્યાં બાદ કેવી રીતે કાર્ય કરે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન કરીને આ સમજણ આપવામાં આવી હતી.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
By the team of Palitana Abhayam 181
A program was held under 'Beti Bachao - Beti Padhao'
At Palitana Mahila Arts College and MM Kanya Vidyalaya, students were made aware of women safety and women oriented schemes through the programme.
While many schemes have been implemented by the government to further empower women, 181 Abhayam Mahila Helpline works to help women in emergency situations and provide security to them. In cases of mental or physical violence against women, Abhayam's team goes to the spot to settle and solve the cases.
A program was organized under the theme 'Beti Bachao - Beti Padhao' by a team of 181 at Palitana in Bhavnagar under the theme of 'Beti Bachao - Beti Padhao' by the state government.
By Palitana Abhayam 181 team, Women's Arts College at the foothills of Palitana and M. like this. At Kanya Vidyalaya, the girl students were informed about the 181 application through the helpline.
Apart from this, the Family Counseling Center provided in-depth counseling on how to solve all the problems faced by the family. This understanding was given by directly demonstrating how the Abhayam team works after receiving calls from women.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો