૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ
૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં શું તફાવત છે..?
દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ’હર ઘર ત્રિરંગા’ લહેરાવવાનું દેશવાસીઓને આહ્વાન કર્યું છે, ત્યારે દેશવાસીઓમાં ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી રાષ્ટધ્વજ ઘરે ઘરે ફરકાવીને રાષ્ટ પ્રેમ દર્શાવવા માટે અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ત્યારે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુયારીના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં શું તફાવત છે..? તેના વિશે જાણવું ખૂબ જ રસપ્રદ થઇ પડશે...
દર વર્ષ ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનાં દિવસે એટલે કે, ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાની રીત અલગ-અલગ હોય છે.
બંને દિવસો ભારત દેશનાં નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૧૫ ઓગસ્ટના રોજ જ્યાં આખો દેશ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આઝાદીની ઉજવણી કરે છે. જ્યારે ૨૬ જાન્યુઆરીના રોજ આપણને આપણાં બંધારણ અને લોકશાહીના મહત્વની અનુભૂતિ કરાવે છે. વર્ષના આ બંને પ્રસંગોએ દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવે છે. પરંતુ બંને વચ્ચે કેટલાક તાત્વિક ભેદ છે.
પ્રથમ ભેદ જોઈએ તો ૨૬ જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં યોજાનારા વિશેષ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે ૧૫ ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે.
બીજો તફાવત જોઈએ તો, ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટે મુખ્ય ઇવેન્ટ નવી દિલ્હીમાં યોજવામાં આવે છે છે. પરંતુ સ્થળ બદલાય છે. જેમ કે ૨૬ જાન્યુઆરીએ રાજપથ / ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવે છે. જ્યારે ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
ત્રીજો તફાવત રાષ્ટ્રધ્વજ લહેરાવવાની રીતનો છે. ૧૫ ઓગસ્ટે, ત્રિરંગો (નીચે બંધાયેલો હોય છે) તેને ઉપરની તરફ લઇ જઇને લહેરાવવામાં આવે છે. તેને અંગ્રેજીમાં ફ્લેગ હોસ્ટિંગ (ધ્વજારોહણ) કહેવામાં આવે છે. જ્યારે ૨૬ જાન્યુઆરીએ ધ્વજ ઉપર જ બાંધેલો હોય છે અને તેને ત્યાં જ ફરકાવવામાં આવે છે. જેને ફ્લેગ અનફર્લિંગ કહેવામાં આવે છે.
રાષ્ટ્રપતિએ ભારત દેશના બંધારણીય વડા છે અને વડાપ્રધાનને રાજકીય વડા કહેવામાં આવે છે. ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું હતું. તેથી આ દિવસની પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
૨૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. જ્યારે ૧૫ મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ લહેરાવે છે.
સમગ્ર રાષ્ર્ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાં જઇ રહ્યું છે ત્યારે ચાલો આપણે પણ તેમાં સહભાગી થઇએ અને દેશના ગૌરવની ઘડીના સહયાત્રી બનીએ..
--------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
What is the difference between hoisting the national flag on 15th August and 26th January..?
On the occasion of completion of 75 years of independence of the country, Prime Minister Shri Narendrabhai Modi on the next date. While calling on the countrymen to hoist 'Har Ghar Triranga' from August 13 to 15, there is a lot of enthusiasm among the countrymen to show national love by hoisting the national flag from house to house from August 13 to 15. Then what is the difference between hoisting the national flag on 15th August and 26th January..? It will be very interesting to know about it…
Every year 15th August is celebrated as Independence Day and 26th January as Republic Day i.e. Republic Day. But have you ever noticed that the manner of hoisting the flag on Republic Day and Independence Day is different.
Both the days are very important for the citizens of India. On August 15, the entire country celebrates independence by paying tribute to the martyrs. When 26 January makes us realize the importance of our constitution and democracy. Flag hoisting programs are organized across the country on both these occasions of the year. But there are some philosophical differences between the two.
The first difference is that on January 26, the President of India hoists the national flag in a special ceremony in New Delhi. When the flag is hoisted by the Prime Minister on August 15.
Another difference is that the main events on January 26 and August 15 are held in New Delhi. But the place changes. As on January 26, the national flag is hoisted at the Rajpath / India Gate. When the national flag is hoisted from Red Fort on August 15.
The third difference is the way the national flag is hoisted. On 15 August, the tricolor (tied at the bottom) is carried upwards and hoisted. It is called flag hosting in English. While on 26th January, the flag is tied on top and hoisted there. This is called flag unfurling.
The President is the constitutional head of India and the Prime Minister is called the political head. The Constitution of India came into force on January 26, 1950. So this day is celebrated as Republic Day.
On January 26, the President hoists the flag. When the Prime Minister hoists the national flag on 15th August.
When the entire nation is going to celebrate the Amrit Mohotsav of Independence, let us also participate in it and become the passengers of the country's moment of pride.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો