ભારતીય લશ્કરની શાન, સિહોરના જાંબાઝ સિપાહીનું
તેમના માદરે વતનમાં ભવ્ય સ્વાગત
ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના કનીવાવના ભવદીપસિંહ ગોહિલનું ગૌરવભેર સ્વાગત
એક શિક્ષક કભી સાધારણ નથી હોતો તેવી રીતે જ ભારતીય લશ્કરમાં કાર્યરત જવાન પણ સાધારણ નથી હોતો. તે સરહદ પર માં ભારતીની રક્ષા કરે છે તેથી આપણે ભારતવાસીઓ ચેનની નિંદ લઇ શકીએ છીએ.
આથી આવો કોઇપણ વીર જ્યારે તેના માદરે વતનમાં આવે ત્યારે તેનું ભવ્ય સ્વાગત થવું જ જોઇએ. આવું જ કંઇક જોવાં મળ્યું ભાવનગરમાં કે જ્યાં ભારતીય હવાઇ દળમાં તબીબી વિભાગમાં ફરજ બજાવતાં સિહોરના કનીવાવના પનોતા પૂત્ર એવાં ભવદીપસિંહ ગોહિલનું ગૌરવભેર સ્વાગત બહેનો દ્વારા કુમકુમ-અક્ષતથી ચાંદલો કરી સામૈયું કરવામાં આવ્યું હતું.
સિહોરના નવાગામ (કનીવાવ) ના વતની તેમજ ભાવનગર જિલ્લા તેમજ સિહોરનું ગૌરવ એવાં રાજપૂત કારડીયા સમાજના ગૌરવ સમાન એવાં ભવદીપસિંહ જે.ગોહિલ કે જેઓ ભારતીય હવાઇદળમાં ખૂબ અઘરી ગણાતી એરફોર્સની ૧૮ માસ થી વધુની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફર્યા ત્યારે એક લશ્કરના જવાનને છાજે તેવી રીતે તેમનું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી જીપમાં તેમમાં તેમનો ગામમાં વરઘોડો કરવામાં આવ્યું હતું.
ભવદીપસિંહ ગોહિલનું સિહોરના પ્રથમ નાગરિક એવાં નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ તેમજ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન માનસંગભાઈ નકુમ, સિહોર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ મોરી, અભયસિંહ ચાવડા સહિતના સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, ટ્રેનર, શિક્ષક ગણ દ્વારા ઢોલ નગારાના તાલે દેશ ભક્તિના ગીતોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામના યુવાનો નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું. તેમજ યુવાનોએ બાઈક રેલી તેમજ અબીલ-ગુલાલની છોળોથી વાતાવરણને કેસરીયા બનાવી દીધું હતું. સમસ્ત ગ્રામજનો આ ભવ્ય સ્વાગતમાં સામેલ થયાં હતાં.
------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Pride of Indian Army, Jambaz Sepoys of Sihore are welcomed back to their motherland
A proud welcome to Bhavdeep Singh Gohil of Kaniwav, Sehore, serving in the Medical Department of the Indian Air Force.
A soldier working in the Indian Army is not average just as a teacher poet is not average. He protects India on the border so we Indians can blame Chen.
Hence any such hero must be given a grand welcome when he comes to his motherland. Something similar was witnessed in Bhavnagar, where Bhavdeep Singh Gohil, the great-grandson of Kaniwav, Sihore, serving in the medical department of the Indian Air Force, was proudly welcomed by the sisters and showered with kumkum-akshat.
Bhavdeep Singh J. Gohil, a native of Nawagam (Kaniwav) of Sihore and the pride of the Rajput Kardia community of Bhavnagar district and Sihore, who successfully completed more than 18 months of rigorous Air Force training in the Indian Air Force, was an Army jawan when he returned home. He was given a grand welcome by the people of the village and was taken to the village in a jeep.
Bhavdeepsinh Gohil, the first citizen of Sihore, Municipal President Vikrambhai Nakum and District District Co. Mansangbhai Nakum, Vice Chairman of Operative Bank, Jairaj Singh Mori, President of Sihore Taluka Rajput Samaj, Abhay Singh Chavda and other community leaders, dignitaries, trainers, teachers gave a grand welcome with patriotic songs to the tune of Dhol Nagara.
The youth of the village welcomed him with dance. Also, the youth made the atmosphere saffron with the bike rally and the Abil-Gulal rally. All the villagers participated in this grand reception.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો