પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના ૧૭૫ વિદ્યાર્થીઓએ ગાલ પર તિરંગો દોરાવી રાષ્ટ્ર પ્રત્યેની પ્રિતિ ઉજાગર કરી
સમગ્ર રાષ્ટ્રમાં અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. નજીકના દિવસોમાં ૧૫ મી ઓગષ્ટનો રાષ્ટ્રીય તહેવાર દસ્તક દઇ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વવાન પર સમગ્ર દેશમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ગુજરાતના ૧ કરોડ ઘર અને કચેરી પર તિરંગો લહેરાવl ‘હર ઘર તિરંગા’ ની ઉજવણી કરવામાં આવનાર છે.
દેશની આઝાદીના ૭૫ માં અમૂલ્ય અવસર પર સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિથી તરબોળ બનવાં જઇ રહ્યો છે. જેમાંથી શાળાઓ અને ભારતના ભાવી નાગરિકો એવાં વિદ્યાર્થીઓ પણ બાકાત નથી. વિદ્યાર્થીઓ પર ‘માં’ ભારતીના ગર્વનો આ અવસર આન, બાન અને શાન સાથે ઉજવાય તે માટે ઉત્સાહિત અને લાલાયિત છે.
અત્યારે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં બાળ મેળો અને લાઈફ સ્કિલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ’હર ઘર પે તિરંગા’ નું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત થીમનું પણ આયોજન સમાવિષ્ટ છે.
ત્યારે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં પણ ધોરણ- ૧ થી ૮ માં બાળમેળો અને લાઈફ સ્કિલ અંતર્ગત બાળકોને આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર તિરંગા’ની થીમ પર ’હર ગાલ પે તિરંગા થીમ’ આ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
જેમાં શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડાએ શાળાના ૧૭૫ બાળકોના ગાલ પર ’તિરંગા’નું ટેટુ બનાવીને હર ગાલ પર તિરંગા દ્વારા તેની ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે વિદેશના લોકો પોતાના ગાલ અને શરીર પર પોતાના દેશનો રાષ્ર્ંધ્વજ ચિતરાવીને પોતાનું દેશાભિમાન પ્રગટ કરતાં હોઇએ છીએ. ત્યારે આ ચાલમાં આપણો દેશ પણ કેમ પાછળ રહી જાય.....
શાળાના વિદ્યાર્થીઓ કે જેઓ આવતીકાળના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે તેમનામાં પણ રાષ્ટ્ર પ્રત્યેની પ્રિતિ જન્મે તેવાં ભાવ સાથે ઝવેરચંદ મેઘાણી શાળાના ૧૭૫ વિદ્યાર્થીઓના ગાલ પર ’તિરંગા’નું પ્રતિક દોરીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમે પણ પાછળ કંઇ પાછળ નથી તેની પ્રતિતિ આ શાળાના બાળકોએ કરાવી હતી.
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
175 students of Zhaverchand Meghani School, Palitana
The love for the nation was revealed by drawing tricolors on the cheeks
Azadi Ka Amrit Mohotsav is currently being celebrated across the nation. In the near days, the national festival of 15th August is knocking. On this occasion, on the call of Prime Minister Shri Narendrabhai Modi, From August 13 to 15, 1 crore homes and offices of Gujarat will be hoisted the tricolor 'Har Ghar Tiranga' to be celebrated.
On the precious occasion of the 75th anniversary of the country's independence, the entire nation is going to be filled with patriotism. From which schools and students who are future citizens of India are not excluded. 'Ma' Bharti's pride in students is excited and excited to celebrate this occasion with pride and dignity.
Currently, children's fairs and life skills are being organized in primary schools across the state. It also includes organizing the theme of 'Har Ghar Pe Tiranga' under Azadi Ka Amrit Mahotsav.
At that time, Zhaverchand Meghani Primary School of Palitana is also conducting children's fun activities under the Child Mela and Life Skills in Class-1 to 8. Under which, on the theme of 'Har Ghar Tiranga', 'Har Gal Pe Tiranga Theme' became the center of attraction of this program.
In which school teacher Nathabhai Chavda made a tattoo of 'Tiranga' on the cheeks of 175 children of the school and celebrated it by Triranga on every cheek.
Generally, people from abroad express their patriotism by drawing the national flag of their country on their cheeks and body. Then why should our country lag behind in this move.....
The students of the school, who are the bright future of tomorrow's India, with the spirit of instilling love for the nation, by drawing the symbol of 'Tiranga' on the cheeks of the 175 students of Zhaverchand Meghani School, celebrated the Amrit Mohotsav of Independence, and the children of this school made the impression that we are not behind anything.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો