રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ભાવનગર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ યુનિવર્સિટી ખાતે' આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી
કેન્દ્રીય અને પ્રાંત સ્તરની સૂચના અનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ભાવનગર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ યુનિવર્સિટી ખાતે ' આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળાઓ દ્વારા ભારતમાતાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી. શાળાઓની આસપાસના ગામના ક્રાંતિકારીઓ અને શહિદ પરિવારોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વિવિધ શાળાઓમાં રેલી પણ કાઢવામાં આવી હતી. વિવિધ વક્તાઓ દ્વારા અમૃત મહોત્સવનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો.
સમગ્ર જિલ્લામાં એક નવું જ સામાજિક અને રાષ્ટ્રીય વાતાવરણ બન્યું હતું. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પણ કરીને ખૂબ જ સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર જિલ્લામાં સંચાલકો, આચાર્યો, શિક્ષક મિત્રો તેમજ વહીવટી કર્મચારીઓ મિત્રોએ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કાર્યક્રમને સહકાર આપી સફળ બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી હતી.
કોઈપણ શૈક્ષણિક સંગઠનના માધ્યમ દ્વારા આ પ્રકારનો રાષ્ટ્રીય ભક્તિનો આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાસંઘના તમામ સંવર્ગના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ભાવનગરના માધ્યમિક સંવર્ગના પ્રાંત મંત્રી તરુણભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Rashtriya Shaikshik Maha Sangh-Bhavnagar celebrated 'Azadi Ka Amrit Mahotsav' in all the primary and secondary schools of the district as well as in the university.
As per Central and Provincial level notification, 'Azadi Ka Amrit Mahotsav' was celebrated by Rashtriya Shaikshik Maha Sangh- Bhavnagar in all the primary and secondary schools of the district as well as the University.
Pujan and Aarti of Mother India were performed by the schools. Village revolutionaries and martyr families were honored around the schools. Rallies were also taken out in various schools. The concept of Amrit Mohotsav was explained by various speakers.
A new social and national atmosphere was created in the entire district. In this regard, a circular was issued by the Education Department and a very good cooperation was received. Managers, principals, teachers and administrative staff in the entire district played a big role in making the program a success by cooperating without any discrimination.
This program of national devotion through any educational organization has become historic. To make this program a success, all the workers of all cadres of the Mahasangh have worked hard, according to the list of Tarunbhai Vyas, Provincial Minister of Secondary Education, Bhavnagar.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો