ભાવનગરનું જુનું બંદર : એક નષ્ટ ભુતકાળ
(Rajesh Ghoghari)
બ્રિટનનું
લંડન શહેર સદીઓથી વિશ્વભરના દરિયાઈ વ્યાપાર સાથે સંકળાયેલું છે. લંડન મ્યુઝિયમ
નામની એક પેટા વેબસાઈટ અચાનક જોવા મળી. ઑલ્ડ પોર્ટ ઑવ ભાઉનગર (Bhownagar) એંડ ગલ્ફ ઑવ કેમ્બે (ભાવનગરનું જુનું
બંદર અને ખંભાતનો અખાત).
ભાવનગરનું
જુનું બંદર અને પછી ખંભાતથી લઈ ગોપનાથ, જાફરાબાદ, ભરુચ, સુરત, વલસાડ, સુધીનો દરિયો મનમાં છલકાવા લાગ્યો. આ
બધા સ્થળો તો જોયેલા છે, પણ તેના ઇતિહાસ અને વર્તમાનમાં અંતર વધી ગયું છે તેથી
વિશેષ રસ પડ્યો.આ બારીઓને ખોલતા બ્રિટીશ ઈતિહાસકાર હુયુજ સિસ્મોરનો એક લેખ નજરે પડ્યો જેમાં
ભાવનગરના જુના બંદરની ઉલ્લેખ હતો.
ભાવનગરનું
જુનું બંદર આમ તો શહેરથી ફક્ત બે કિલોમીટર જ દૂર હતું અને એક જમાનામાં જુના બંદરની
ખાડીમાં છેક ધક્કા સુધી વહાણો આવતા. ઈમારતી લાકડું, વિલાયતી નળીયા, નાળિયેર ઈંડોનેશિયા,શ્રી લંકા, મલેશિયા, કેરળ અને કર્ણાટકના બંદરોથી આ બંદર ઉપર આવતા. જુના બંદરની આસપાસ લાતી
બજાર, દાણા પીઠ
જેવી બજારો અસ્તિત્વમાં આવેલી, આ સિવાય
પણ ઘણી જીવન ઉપયોગી ચીજો જુના બંદર ઉપર આવતી જે કાઠિયાવાડના વિવિધ ભાગોમાં જતી.

આ જુના
બંદરેથી મીઠું, વનસ્પતિ
ઘી, વગેરેની
નિકાસ થતી. ભાવનગર રાજ્યના સમયમાં આ જુનું બંદરનો એક વૈભવ હતો અને તેની વાર્ષિક
આવક રૂ. ૪૦ લાખની આસપાસ હતી, જે સમસ્ત ગુજરાતમાં સૌથી અધિક હતી. આ બંદર ઉપર ખંભાતના અખાત માંથી પ્રવેશી
શકાતું અને એક ધીકતું બંદર હતું. સમય જતા
અખાતમાં મળતી અનેક નદીઓના કાંપ, માટી અને
કચરાના કારણે જુનું બંદર ઘસાતું ગયું, માટીનું પૂરાણ કાઢવાની કામગીરી મંદ થઈ
ગઈ અને સમય જતા જુનું બંદર પુરાઈ ગયું. નવું પાણી આવી શકતું ન હતું અને કિનારો
છીછરો થતો હોવાના કારણે શહેરની શોભારુપ અને આવકના સ્ત્રોતને નાબુદ કરત્તો ગયો.
જ્યાં એક સમયે બારેમાસ પાણી ભરાયેલું રહેતું તેવી ભાવનગરની દરિયાઈ ખાડી સુકો ખાડો
બની ગઈ.
જુના
બંદરની જાહોજલાલી સમયે ત્રણ તો દીવાદાંડી હતી. મુખ્ય દીવાદાંડી વર્ષ ૧૯૬૦ માં
નિર્માણ કરવામાં આવી હતી અને વર્ષો સુધી તે કામ આપતી રહી. આ દીવાદાંડી ઉપર ૧૨ મીટર
એટલે કે ૩૯ કે ૪૦
ફૂટનો મિનારો હતો. મરામત અને સારસંભાળના અભાવે આ દીવાદાંડીનો ઉપયોગ બંધ કરવામાં
આવ્યો. જુનું બંદર મૃતપાય બની જતા તેની આયાત નિકાસની કામગીરી નવા બંદર ઉપર થઈ અને
હવે નવા બંદરની પણ પડતી થતાં પીપાવાવ બંદર પ્રકાશમાં આવી ગયું.
ખંભાતના
અખાતમાં દરિયાઈ કરંટ ખુબ
રહેતો હોવાથી અને મોટી સ્ટીમરોનું આવાગમન થતું હોવાથી વર્ષ ૧૯૩૬ માં ખાડીના પ્રવેશ દ્વાર પાસે ૪૦ ફૂટ ઉંચી
એક દીવાદાંડી ઉભી કરવામાં આવી હતી જે કોંક્રીટની બનેલી હતી અને દૂરથી પણ કિનારો દેખાય તે માટે સફેદ
કલર કરવામાં આવ્યો હતો. બ્રિટીશ ઈજનેર ચાર્લ્સ જહોનસને બનાવી હતી તેથી તેને જહોનસન
પોઈંટ એવું નામ આપવામાં આવ્યું હતું.
રુવાપરી
દરવાજા પાસે ખાડીનો પટ મોટો થતો હોવાથી તેને ખાર નામ આપવામાં આવ્યું હતું.
ભાવનગરના જુના બંદર ઉપર આવતા વહાણો રુવાપરી દરવાજા પાસેના દરિયાઈ પટમાંથી આવતા
હોવાથી ત્યાં એક દીવાદાંડીની જરુરિયાત જણાતા વર્ષ ૧૯૨૨ માં લાકડાના પાયાઓ ઉપર ચોરસ આકારની દીવાદાંડી ઉભી કરવામાં
આવી. ભાવનગર શહેરથી ૧૩ કે ૧૫ કિલોમીટર દૂર ઉજ્જડ અને કાદવ કિચડવાળી જગ્યામાં આ હટ
લાઈટહાઉસ (ઝુંપડી આકારની દીવાદાડી) હતી જે આજે બિસ્માર બનીને ભુતકાળ વાગોળે
છે.
ભાવનગરની
ખાડીમાં ત્રણ દીવાદાંડી કાર્યરત હતી, તે પરથી ખ્યાલ આવશે કે જુના બંદરનો કેવો
જમાનો હતો ! નાળીયેરી પુનમના દિવસે આખું ભાવનગર દરિયાદેવની પૂજા કરવા જુના બંદરે
ભેગું થતું. લાતી બજારના લાકડાના પટેલ વ્યાપારીઓ સહકુટુમ્બ કણબીવાડ માંથી જુના
બંદરે આવતા અને પોતાની લાતી ઉપર કુટુમ્બના
મહીલા વર્ગ અને બાળકોને ખારગેટ પાસેની સેંટ્રલ આઈસક્રીમ માંથી આઈસક્રીમ મંગાવી ટેસ્ટ કરાવતા, સિંધી લોકો દરિયાદેવ એટલે ઝૂલેલાલની
શ્રીફળ વધેરી પૂજા કરતા.
ખારગેટથી
લઈ જુના બંદરના વહાણના ધક્કા સુધી માનવ મેદની જોવા મળતી. પુનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવતી હોવાથી ધક્કા
સુધી પાણી છલોછલ દેખાતું. નારિયેળી એટલે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે
સમુદ્ર-કિનારે રહેનારા લોકો વરુણદેવતા માટે સમુદ્રની પૂજા કરીને નારિયેળ અર્પણ કરે
છે. આ દિવસે અર્પણ કરેલું નારિયેળનું ફળ શુભસૂચક હોય છે, અને સૃજનશક્તિનું પણ
પ્રતીક માનવામાં આવે છે. નદી કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર અધિક પવિત્ર છે. ‘सागर सर्व
तीर्थानि’ એવી કહેવત
છે, અર્થાત્
સાગરમાં સર્વ તીર્થ છે. સાગરની પૂજા અર્થાત્ વરુણદેવની પૂજા છે.
ભાવનગરના
જુના બંદરે આ પુનમની પુજા જોવાનો એક ખાસ અવસર રહેતો. કરચલિયા પરામાં રહેતા ખારવાઓ
રંગબેરંગી વસ્ત્રો પહેરી આ પુજામાં આવતા. ખારવણો પણ સોનાના દાગીના પહેરી આવતી.
ખારવાઓ વહાણ લઈ પરદેશની ખેપ કરી પરત આવતા ત્યારે ખાર દરવાજા અને ઘોઘા દરવાજા પાસે
આવેલ ફોટો સ્ટુડિયોમાં ઉમળકાથી ફોટો પડાવવા જતા. જે વતન કે ગામમાં આવ્યાની નિશાની
બની જતી. વિંસ્ટન, કેમલ અને માર્લબોરો જેવી સિગરેટ પણ
સ્નેહી કે મિત્રો માટે લાવતા.
દરિયાકાંઠો
હંમેશા સોહામણો લાગે છે, અને દેશની
આઝાદી પછી પણ જુના બંદરની આસપાસની ખાડીને વિકસાવવવાની કોઈ દ્રષ્ટી કરવામાં આવી
નહી. હવે તો ભાવનગરનું જુનું બંદર એક ઓઝલ થઈ ગયેલ સ્વ્પ્નસમાન છે. જ્યાં એક સમયમાં
દેશી પરદેશી વહાણોની આવન જાવન થતી ત્યાં હવે દરિયાના પાણી વિહોણા સુકા ધક્કામાં માટી અને ગારાના પોપડા રહી
ગયા છે. આ પણ નગરની પડતીનો એક અવશેષ છે.
રાજેશ ઘોઘારી.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate
the English
The Old Port of Bhavnagar: A Lost Past
(Rajesh Ghoghari)
The British city of London has been associated with worldwide maritime trade for centuries. A sub-website called Museum of London suddenly appeared. Old Port of Bhownagar and Gulf of Cambay (Old Port of Bhownagar and Gulf of Khambhat).
The old port of Bhavnagar and then the sea from Khambhat to Gopnath, Jafarabad, Bharuch, Surat, Valsad, started flooding into my mind. All these places have been seen, but the distance between their history and the present has increased so it became of special interest. While opening these windows, an article by the British historian Hugh Sismore was seen in which the old port of Bhavnagar was mentioned.
The old port of Bhavnagar was thus only two kilometers away from the city and once upon a time ships used to come up to Dakka in the bay of the old port. Timber, timber pipes, coconuts came up from the ports of Indonesia, Sri Lanka, Malaysia, Kerala and Karnataka. Markets like Lati Bazar, Dana Peeth existed around the old port, apart from this, many essential commodities used to arrive at the old port which went to different parts of Kathiawar.
Salt, vegetable ghee, etc. were exported from this old port. During the time of Bhavnagar state, this old port was a splendour, and its annual revenue was Rs. 40 lakhs, which was the highest in all of Gujarat. This port was accessible from the Gulf of Khambhat and was a busy port. Over time, silt, mud, and waste from the many rivers that flowed into the gulf eroded the old port, dredging operations slowed down, and over time the old port collapsed. New water could not come in and the banks became shallower, destroying the city's beauty and source of income. Where the sea bay of Bhavnagar, which was once filled with water all year round, became a dry pit.
The old harbor had three lighthouses at the time of its heyday. The main lighthouse was built in the year 1960 and continued to function for years. Above this lighthouse was a minaret of 12 meters i.e. 39 or 40 feet. Due to lack of repair and maintenance, the lighthouse was discontinued. As the old port became dead, its import and export operations were shifted to the new port and now the new port also fell, Pipavav port came into light.
As the Gulf of Khambhat has strong currents and the passage of large steamers, in 1936 a 40 feet high lighthouse was erected near the entrance of the bay, which was made of concrete and painted white to make the shore visible even from a distance. British engineer Charles Johnson built it, hence the name Johnson Point.
It was named Khar as the stretch of creek widened near Ruvapari Darwaza. A square shaped lighthouse was erected on wooden foundations in 1922, as the ships approaching the old port of Bhavnagar came from the sea bed near Ruwapari Darwaza, and a lighthouse was needed there. 13 or 15 km from Bhavnagar city, in a barren and muddy area, there was this hut lighthouse (hut-shaped lighthouse), which today is a dilapidated relic of the past.
Three lighthouses were working in the bay of Bhavnagar, from that it will be understood what the old port was like! On the day of Naliyeri Punam, the entire Bhavnagar would gather at the old port to worship Daryadev. Wooden Patel merchants of Lati Bazar used to come to the old port from Sahkutumb Kanbiwad and on their Lati, the women and children of the Kutumb ordered ice cream from the Central Ice Cream near Khargate and had it tested.
From Khargate to the quays of the old port, human fat was visible. On the day of Punam, there is a high tide in the sea, so the water looks choppy till Dhakka. Coconut means on the day of Shravani Purnima, people living on the sea-shore worship the sea and offer coconuts to Lord Varuna. A coconut offered on this day is auspicious, and is also considered a symbol of fertility. A confluence is more holy than a river and an ocean than a confluence. There is a saying 'sagar sarva tirthani', meaning all tirthas are in the ocean. Worship of the ocean means worship of Lord Varuna.
It used to be a special occasion to witness the puja of this Punam at the old port of Bhavnagar. The Kharvas living in Karchalia para come to this puja wearing colorful clothes. Kharvanas also used to wear gold jewellery. When the Kharavas returned from overseas expeditions by ship, they used to go to the photo studios near Khar Darwaza and Ghogha Darwaza to have their pictures taken. Which became a sign of coming to hometown or village. Cigarettes like Winston, Camel and Marlboro were also brought for loved ones or friends.
The coast has always been sandy, and even after the country's independence, no vision was made to develop the bay around the old port. Now the old port of Bhavnagar is a faded dream. Where once domestic and foreign ships used to pass by, now there is a crust of mud and mud in the dry, dry land without sea water. This is also a remnant of the fall of the town.
Rajesh Ghoghari.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો