મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના એમ.કોમ. વિભાગના ક્રિએટીવ ક્લબ દ્વારા અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓ વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ, પ્રોફિટ, કંપની ના વર્કર અને કંપની ના સંચાલન અંગે વિવિધ ડેટા એકત્રિત કરવા અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો.
ભારતની અંદર વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓનું સંચાલન થઇ રહ્યું છે. આ વિવિધ કંપનીઓ વિવિધ પ્રોડક્ટ્સ બનાવીને સેલિંગ કરી રહી છે. ત્યારે આ કંપનીની વિવિધ બાબતોનું રીસર્ચ કરીને વિધાર્થીનીઓ માટે પોતાની કારકિર્દીમાં મહત્વ રહેલું છે.
નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના એમ.કોમ. વિભાગના ક્રિએટીવ ક્લબ દ્વારા ૧૧ ટીમના કુલ ૪૩ વિધાર્થીનીઓએ આ વિવિધ મલ્ટીનેશનલ કંપની સિલેક્ટ કરી તેના હીસ્ટોરીકલ ડેટા, સેલ્સ, પ્રોફિટ, બેલન્સ શિટ એનાલીસીસ, પ્રોડક્ટ્સ એનાલીસીસી, માર્કેટ અનાલીસીસ વગેરે પર રીસર્ચ અંગેની પી.પી.ટી. ફાઈલ બનાવી હતી. ત્યારબાદ આ રીસર્ચ વર્ક અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિધાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કંપનીના રીસર્ચ પી.પી.ટી. ફાઈલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બેસ્ટ રીસર્ચ તૈયાર કરનાર ત્રણ ટીમના વિધાર્થીનીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો