Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 03-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી., મોરબીની મુલાકાતે લીધી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 03-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી., મોરબીની મુલાકાતે લીધી.


        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે  બી.કોમ. સેમ-૩ વિભાગની વિધાર્થીનીઓ એ મોરબી ખાતે આવેલ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા.લી.ની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. 
        નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે.  તેના ભાગ રૂપે લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી., મોરબીની મુલાકાત લેવામાં આવી હતી. 
        આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ, દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે, અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે, તે અંગેની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.ની તમામ પ્રોડકટ વિશે અને લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.ની શરૂઆત કેવી રીતે કરવામાં આવી તેમજ લોરેન્ઝો વેટ્રીફાઈડ ટાઈલ્સ પ્રા. લી.નું સંચાલન કઈ રીતે થાય છે, તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ આ કંપની તમામ પ્રોડક્ટ કઈ રીતે બનાવે છે,તેણી પ્રક્રિયા નિહાળી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...