Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 18-08-23 બોટાદના ગઢડાની જનડા શાળાની મુલાકાતે NRI મુકેશભાઈ ઈટાલીયાએ શાળાને ભેટમાં આપ્યો પ્રાર્થનાખંડ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આજ રોજ NRI મુકેશભાઈ ઈટાલીયા અને રમેશભાઈ ઈટાલીયા સહ પરિવાર સાથે શાળાની મુલાકાતે પધારેલ. તેમનું શાળા પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુકેશભાઈ ઈટાલીયાએ પોતાના બાળપણની "સંઘર્ષમય શિક્ષણ" વિશે વાત કરી હતી. તેમના પુત્ર અર્થભાઈએ અમેરિકાની શિક્ષણનીતિ અને શિક્ષણ પ્રણાલી વિશે વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું હતું.
રમેશભાઈ ઈટાલીયાએ ગામને સમર્પણની ભાવના વિશે વાત કરી હતી. શાળાના આચાર્ય મનુભાઈએ શબ્દો દ્વારા એક વર્ષની શાળાની સિદ્ધિ વિશે મુકેશભાઈ ઈટાલીયા અને રમેશભાઈ ઈટાલીયા તેમ જ તેમના સહ પરિવારને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ તેમજ કપિલભાઈએ કર્યું હતું. ત્યારબાદ નાની એવી શિક્ષણ ચર્ચા શિક્ષકો અને NRI મુકેશભાઈ અને રમેશભાઈ તેમજ તેમના સહ પરિવાર સાથે થયેલ. જેમાં શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે શાળાના આચાર્ય મનુભાઈએ NRI મુકેશભાઈ તેમજ તેમના પરિવારને માહિતગાર કર્યા હતા. NRI મુકેશભાઈ અને રમેશભાઈ બંને ભાઈઓએ શાળાની એક્ટિવિટી તેમજ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિથી ખૂબ પ્રભાવિત થયા હતા.
આ સંદર્ભે NRI મુકેશભાઈએ શાળાને 51,000નું અનુદાન શિક્ષણ ક્ષેત્રે વાપરવા માટે જાહેર કર્યું હતું. પરંતુ તેઓશ્રી વર્તમાન સમયના આચાર્ય મનુભાઈથી અને શાળાની શિક્ષણ પ્રણાલીથી ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાથે વિડિયો કોલ દ્વારા શાળાનો પરિચય કરાવવામાં આવ્યો હતો, અને શાળાની શિક્ષણ પ્રણાલી અને શાળાની એક્ટિવિટી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. NRI મુકેશભાઈ દ્વારા શાળામાં શું જરૂરિયાત છે ? તે સંદર્ભે પૂછતા આચાર્ય મનુભાઈએ તેમને શાળામાં પ્રાર્થના હોલ કરી આપો તે બાબતે માંગ કરી હતી. શબ્દો પુરા થાય તે પહેલા NRI મુકેશભાઈએ જાહેર કર્યું કે મનુભાઈ આપ પ્રાર્થનાખંડનું બાંધકામ શરૂ કરો જે ખર્ચો થશે, તે હું આપીશ આમ NRI મુકેશભાઈ દ્વારા શાળાને આજ રોજ પ્રાર્થનાખંડની અમૂલ્ય ભેટ મળી હતી.
આ ભેટ મળતા જ શાળા પરિવાર અને બાળકોમાં આનંદની લાગણી છલકાઈ હતી. આ ઉપરાંત શાળામાં એક થી ત્રણ નંબર આવતા ધોરણ 1 થી 8ના બાળકોને શીલ્ડ અને પ્રમાણપત્ર દર વર્ષે આપવા માટે NRI મુકેશભાઈએ જાહેર કર્યું હતું. NRI મુકેશભાઈનું આ દાન જે જનડા શાળા માટે "એક વરદાન" સ્વરૂપ બની રહેશે. અને બાળકોએ પ્રાર્થનાખંડનો બહુ લાભ લઈ શકશે. તે સંદર્ભે શાળા પરિવાર અને આચાર્ય મનુભાઈએ NRI મુકેશભાઈ તેમજ તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો