Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 21-07-23 પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં દરેક બાળકે પોતાનો એક છોડ ઉછેરવાનો સંકલ્પ કર્યો.
એક બાળ એક છોડ... દરેક બાળક ગ્રીન કમાન્ડો.... કુલ ત્રણસો અને એકાવન છોડ નો ઉછેર કરી બાળકો પર્યાવરણ નિ જાળવણી કરશે....
પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં દરેક બાળકને પોતાનો એક છોડ ઉછેરવાનો સંકલ્પ કર્યો, અને આ બાળકો ને ગ્રીન કમાન્ડો નામ આપવામાં આવ્યું કુલ ત્રણસો એકાવન બાળકો ને છોડ સાથે ગ્રીન કમાન્ડો નો બેઝ પણ આપવામાં આવ્યો . છોડ માટે શેત્રુંજય યુવક મંડળ અને બેઝ માટે શાળાનાં શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવ્યું..
આખી શાળાને ગ્રીન બનાવવા માટે આ ગ્રીન કમાન્ડો પોતાના છોડ ને શાળામાં આવતાંની સાથે મળશે અને જતી વખતે આવજો એમ કહેતા જશે પોતાના છોડ સાથે મિત્રતા કેળવશૅ. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ લોકોએ ખુબજ મહેનત કરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો